ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ - At This Time

ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ


ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં

જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ

૦૦૦

 

ભુજ, શુક્રવાર

રાજ્ય સરકારના આદેશના પગલે કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાયતના વડપણ હેઠળ જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં ખેતીની જમીનના નમૂના લેવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામકશ્રી(વિ),પેટા વિભાગ, ભુજ, નખત્રાણા તથા ભચાઉ ,મદદનીશ ખેતી નિયામકશ્રી (જમીન ચકાસણી પ્રયોગશાળા), ભુજ-કચ્છ તથા વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી)ના સંકલન તથા માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભુજ, માંડવી, મુંદ્રા, ભચાઉ, રાપર, અંજાર, ગાંધીધામ, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના તમામ ગામોમાં સોઇલ હેલ્થ કાર્ડ માટે ગામદીઠ ૨૧ જમીનના નમુના એકત્રીકરણ કરવાની કામગીરી જિલ્લાના ૧૦૯ ગ્રામસેવકશ્રીઓ દ્વારા ચાલુ છે.જે નમુનાનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરવામાં આવશે જેથી જમીનના સ્વાસ્થ્ય વિશેની માહિતી પ્રાપ્ત થશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે. 

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.