નવા મતદારોની નોંધણી માટે હવે ટીપરવાન દ્વારા પણ પ્રચાર ઝુંબેશ - At This Time

નવા મતદારોની નોંધણી માટે હવે ટીપરવાન દ્વારા પણ પ્રચાર ઝુંબેશ


આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમને કલેકટર તંત્ર દ્વારા ગતી આપવામાં આવી રહી છે. નવા મતદારોની નોંધણી માટે હવે ટીપરવાન દ્વારા પણ ખાસ પ્રચાર ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ દરમ્યાન આજે અધિક કલેકટર ખાચર દ્વારા મતદાર યાદી સુધારણા અંગેની ખાસ ઝુંબેશનો વધુને વધુ લોકો લાભ લે તે માટે આજે 15 વિભાગોના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.
જેમાં મતદારયાદીમાં વધુને વધુ યુવા મતદારોના નામો ઉમેરાય તે માટે જરૂરી માર્ગદર્શન અધિક કલેકટર ખાચર દ્વારા અધિકારીઓને પુરૂ પાડવામાં આવેલ હતું. અધિક કલેકટર ખાચરે જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશનો વધુને વધુ લોકો લાભ લે તે માટે ટીપરવાન દ્વારા પ્રચાર ઝુંબેશ શરૂ કરાશે. 18થી 19 અને 20 વર્ષના આ બે કેટેગરીના યુવા મતદારો બાકી ન રહે તે માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આગામી તા.26 નવેમ્બર તેમજ 3 અને 9 ડીસેમ્બર દરમ્યાન બુથ લેવલની આ મતદાર યાદી સુધારણા ઝુંબેશ યોજાશે. આ માટે 22 કોલેજોમાં ખાસ કેમ્પ પણ યોજવામાં આવેલ છે.
આ ઉપરાંત શ્રમ અધિકારી (જીઆઈડીસી વિભાગ પાસેથી) મતદારોની નોંધણી માટે શ્રમિકોની યાદી કારખાનેદારો પાસેથી માંગવા જણાવાયું છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ વિભાગ- જિલ્લા શિક્ષણાધિકારી, તેમજ મહિલા મંડળો સાથે આ અંગે બેઠકો યોજી મતદાર યાદીમાં વધુને વધુ મતદારોની નોંધણી થાય તે માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત 200 કો.ઓ. સોસાયટીઓને પણ 18 વર્ષ પૂરા થયેલા હોય તેવા યુવા મતદારોના ચુંટણી કાર્ડ કઢાવવા પત્ર પાઠવવામાં આવેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.