નશાની હાલતમાં ડિંડક કરતાં પિતાને પુત્રએ કુકરનું ઢાંકણું મારી દીધું
ભગવતીપરામાં જય નંદનવન સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કામ કરતાં પ્રૌઢ નશાની હાલતમાં બબાલ કરતાં તેનાં પુત્રએ કુકરનું ઢાંકણું મારી દીધું હતું. હાલ પ્રૌઢ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભગવતીપરામાં જય નંદનવન સોસાયટીમાં રહેતાં અમુભાઈ જેસંગભાઈ લોખીલ (ઉ.વ.51) તેઓ ગઈકાલ રાત્રિના પોતાના ઘરે નશાની હાલતમાં હોય અને ઘરે ઝઘડો કરતા હતા ત્યારે તેનાં પુત્ર સંદીપે સમજાવવાનો પ્રયત્ન કરતાં છતાં તેના પિતા ન માનતા ઉશ્કેરાઈ જઈને પુત્રએ કુકરનું ઢાંકણું મારી દેતાં ઈજાઓ પહોચી હતી.
બાદ અમુભાઈને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમુભાઈ ટ્રક ડ્રાઇવિંગનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.