મહિસાગર : સંતરામપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહ ખાતે ઈદુલ અઝહા ઈદની બે રકાત નમાજ પઢી શાંતિ પૂર્વક ભવ્ય ઉજવણી કરાઈ. - At This Time

મહિસાગર : સંતરામપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહ ખાતે ઈદુલ અઝહા ઈદની બે રકાત નમાજ પઢી શાંતિ પૂર્વક ભવ્ય ઉજવણી કરાઈ.


મહિસાગર : સંતરામપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહ ખાતે ઈદુલ અઝહા ઈદની બે રકાત નમાજ પઢી શાંતિ પૂર્વક ભવ્ય ઉજવણી કરાઈ.

આજ રોજ સંતરામપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહ ખાતે ઈદુલ અઝહા ઈદની બે રકાત નમાજ અલ્લાહ તઆલા ની બારગાહ પઢી શાનદાર શાંતિ પૂર્વક ભવ્ય ઉજવણી કરી હતી.જેમાં ત્યારબાદ ઇદગાહ ખાતે સંતરામપુર સુન્ની જુમ્મા મસ્જિદની પેશ ઈમામ સાહબ દ્વારા ઇદ નિમિત્તે સંતરામપુર ઇદગાહ ખાતે શાનદાર નુરાની અંદાજમાં તકરીર નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલ્લાહ તઆલા ની બારગાહ માં બે રકાત નમાજ અદા કરી દુવાઓ કરવામાં આવી હતી. કે યા મેરે અલ્લાહ પાક હમારે દેશકી હિફાઝત અતા ફરમાં ઓર અમારે ઇસ ભારત દેશ કે મુલ્ક મે અમન ઓર શાંતિ અતા ફરમાં તેવી દુવાઓ કરવામાં આવેલ અને ત્યારબાદ આ ઈદુલ અઝહા ઇદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા એક બીજા ને ગળે મળી ભૂલ ચૂક માફ કરજો અને ઇદ મુબારક ની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સંતરામપુર પોલીસ અને મહિસાગર પોલીસ દ્વારા જિલ્લામાં ને તાલુકામાં આ તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાય તે રહે અને મુસ્લિમ બિરાદરો પોતાનું તહેવાર ધામ-ધૂમથી શાંતી પૂર્વક ઉજવી શકે તેના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત અલગ અલગ વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યો હતો.
અને સાથે સંતરામપુર ઇદગાહ ખાતે સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહી સાથ સહકાર આપ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.