પોલીસ દેશી-વિદેશી દારૂના ધંધાર્થી પર તૂટી પડી, સાત દરોડામાં આઠ શખસો ઝડપાયા
શહેરમાં જુદા જુદા સાત સ્થળે પોલીસ ત્રાટકી હતી અને દેશી-ઈંગ્લીશ દારૂ સાથે આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ દારૂ અને વાહન સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે. પીસીબીની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપરથી કારમાં લઇ જવાતા દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે યુનિવર્સીટી પોલીસે ઇન્દ્રપ્રસ્થ રોડ પરથી ઍક્સેસ સ્કૂટરમાં ઈંગ્લીસ દારૂની હેરાફેરી કરતા શખસને 16 બોટલ સાથે ઝડપી લીધો હતો.
પીસીબીના વધુ એક દરોડામાં ગોકુલનગરમાં આવેલી ઓફિસમાંથી 12 બોટલ દારૂ ઝડપી પાડી ઓફિસ સંચાલકને પકડી પાડ્યો હતો. તેમજ એલસીબી ઝોન-2ની ટીમએ આંબેડકરનગરમાંથી દારૂની પાંચ બોટલ સાથે મહિલાને અને પ્ર.નગર પોલીસે રેલનગરમાં મકાનમાંથી દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
દરોડામાં પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ કરણભાઇ મારુ અને રાહુલ ગિરી ગોસ્વામીને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદથી રાજકોટ તરફ આવતી જીજે-03-એફડી-4386 નંબરની સ્કોડા રેપિડ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે
. જે બાતમીના આધારે હોર્ન ઓકે હોટેલ નજીક કારને રોકી તલાસી લેતા કારમાંથી 150 લીટર દેશી દારૂ કી.રૂ.30,000 મળી આવતા દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ.3,30,000નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક અને સવાર કલ્પેશ રાજુભાઈ સભાડ (રહે-ન્યુ થોરાળા મેઈન રોડ, લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં-14), રણજિત સામતભાઈ ખાચર (રહે-નવાગામ પટેલ વિહરની પાછળ,ગણેશનગર)ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઈન્દ્રપ્રસ્થ રોડ પરથી પસાર થતા જીજે-05-કે.ટી.0005 નંબરના ઍક્સેસ સ્કૂટરને રોકી ચાલકનું નામ પૂછતાં પોતાનું નામ અવિનાશ રમેશભાઈ ભાયાણી (રહે-અયોધ્યા ચોક, યાગરાજનગર)નો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે શખસ પાસે રહેલા થેલાની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-16 કી.રૂ.8992ની મળી આવતા દારૂની બોટલ અને ઍક્સેસ સ્કૂટર મળી કુલ રૂ.38992નો મુદામાલ કબ્જે કરી શખસની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં પીસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર ગોકુલનગર શેરી નં-5માં આવેલી આર્યન ઉર્ફે હિરેન ખીમજીભાઈ પરમારની ઓફિસમાં ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેંચાણ કરે છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી ઓફિસમાંથી 12 બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી શખ્સની અટકાયત કરી માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
ચોથા દરોડામાં એલસીબી ઝોન-2ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર એસટી વર્ક શોપ પાછળ આંબેડકરનગર શેરી નં-6 માં રહેતી સુનીતા મયુરભાઈ પરમાર પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખી વેંચાણ કરી રહી છે. જે બાતમીના આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-5 મળી આવતા કબ્જે કરી મહિલા સામે માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાવી કાર્યવાહી કરી છે.
પાંચમા દરોડામાં પ્ર.નગર પોલીસે રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતા હિતેષ કિશોરભાઈ જોષીને ઘરેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત થોરાળા પોલીસે કુબલિયા પરાના પટ્ટમાંથી દિલીપ રણછોડભાઈ બારૈયા (રહે-અંબિકા સોસાયટી, દૂધસાગર રોડ)ને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે બી ડિવિઝન પોલીસે કુવાડવા રોડ પર પુજારા ટેલિકોમની સામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે રોહિદાસ પરા શેરી નં-2માં રહેતા મનીષ ઉર્ફે મનુ અશોકભાઈ ચૌહાણને ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
