બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા LMV OWNER DRIVER ની તાલીમનો સમાપન સમારોહ યોજાયો
બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુંકાઓ માથી આવેલ ૨૬ તાલીમાર્થી ભાઈઓને આત્મનિર્ભર થવા માટે ૩૦ દિવસની નિ:શુલ્ક LMV OWNER DRIVER તાલીમ નો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો. જેમાં ડી.આર.ડી.એ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડી.આર.ડી.એ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર તરફથી સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગ પર ઉભા રહીને આત્મ નિરભર કઇ રીતે બને તે માટે વિશેષ માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.