પતિએ વધુ વજન ઉપાડવાની ના પાડી પત્નીને ઠપકો આપ્યો : માઠું લાગતા નવોઢાએ ઝેરી દવા પી જીવ દીધા - At This Time

પતિએ વધુ વજન ઉપાડવાની ના પાડી પત્નીને ઠપકો આપ્યો : માઠું લાગતા નવોઢાએ ઝેરી દવા પી જીવ દીધા


રાજકોટના રૈયા રોડ પર ફિલ્ટર પાણીના પ્લાન્ટમાં પતિએ વધુ વજન ઉપાડવાની ના પાડી પત્નીને ઠપકો આપતા પત્નીને લાગી આવતા ઝેરી દવા પી જીવ દીધો હતો.
રાજકોટના રૈયા રોડ પર આવેલા ફિલ્ટર પાણીના પ્લાન્ટની આ ઘટના છે. જેમાં મૃતકનું નામ અંકિતા જયેશભાઇ વિઠ્ઠલાપરા(ઉ.વ.21) છે. પરિવારજનો અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક અંકિતાના પિતાનું નામ રમેશભાઈ નંદાસીયા છે. તેઓ લોધિકાના ચિભડા ગામના વતની છે. અંકિતાના લગ્ન 1 વર્ષ પહેલાં વડ વાજડી ગામે રહેતા જયેશ હરિભાઈ વિઠ્ઠલપરા સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી રૈયા રોડ પર રૈયા ગામ વિસ્તારમાં ફિલ્ટર પાણીનો પ્લાન ધરાવી પાણીના જગનો વ્યવસાય સાથે કરતા હતા. તાજેતરમાં અંકિતાને પેટમાં દુ:ખાવો થતો હતો.
જેની દવા લીધી હતી. ત્યારે ડોક્ટરે વજન ન ઉપાડવા સલાહ આપી હતી. ગઈકાલે અંકિતા ફિલ્ટર પ્લાન્ટ હતી ત્યારે તે પાણીનો જગ ઉપાડતી હતી. ત્યારે પતિ જયેશે કહ્યું કે, તને ડોક્ટરે વજન ઉપાડવાની ના પાડી છે. તું પાણીના જગ હવે નહીં ઉપાડે. પતિએ ના પાડતા બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ ઠપકો આપતા અંકિતાને લાગી આવ્યું અને ફિલ્ટર પ્લાન્ટમાં જ ઝેરી દવા પી લીધી હતી. પતિને જાણ થતાં તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.