આર્ય સમાજ વિસાવદર ખાતે વ્યક્તિ વિશેષ સન્માન સાથે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ સંપન્ન - At This Time

આર્ય સમાજ વિસાવદર ખાતે વ્યક્તિ વિશેષ સન્માન સાથે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ સંપન્ન


" આર્ય સમાજ વિસાવદર ખાતે વ્યક્તિ વિશેષ સન્માન સાથે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ સંપન્ન "

રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિસાવદર આર્ય સમાજ મંદિરે દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર યજ્ઞમાં મૂળ વિસાવદરના એન આર આઈ શ્રી હિતેશભાઈ ગાંઠાણી તથા અગ્રણી બિલ્ડર હસમુખલાલ મનાણી સુરત ધબકાર દૈનિક ના માલિક સુરેશભાઈ મનાણી વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરિભાઈ રીબડીયા અને ભટ્ટવાવડી ગામના માં બગલામુખી માતાજી મંદિરના ઉપાસક ટ્રસ્ટી ગાયત્રીદૅવી , ટ્રસ્ટી અનિલભાઈ ભટ્ટ રાજકોટ આર્ય સમાજના શ્રી હરેશભાઈ અઢિયા તેમજ નિવૃત્ત ખેતીવાડી અધિકારી શ્રી છગનભાઈ માલવયા ઉપસ્થિત રહી ને દીપપ્રાગટ્ય કરેલ , આર્ય સમાજ વિસાવદર ના પ્રમુખ શ્રી સુધીરભાઈ ચૌહાણ એ જણાવેલ કે મૂળ વતન ગોપાલગ્રામ હાલ સુરત ના શ્રી હસુભાઈ મનાણી અને સુરેશભાઈ મનાણી કે જેઓએ પોતાની શુંજ અને પુરુષાર્થથી સુરતમાં લાયન્સ ક્લબ કડિયા સમાજના ટ્રસ્ટી એક સફળ બિલ્ડર તરીકે અને દાતા તરીકે શૂન્ય માંથી સર્જન કરેલ સાથે સાથે અખબારી જગતમાં પણ ધબકારના માલિક રહેલ તેવા અગ્રણી યુવાન અને પોતાના કર્મથી બીજાને સદાય પ્રેરણા આપેલ તેવા બંને ભાઈઓનું ગૌરવ સાથે સન્માન કરેલ એવા જ વિસાવદર ના સ્વ. ભોગીલાલ ગોપાલજી ગાઠાણી ના દીકરા શ્રી હિતેશભાઈ ગાઠાણી એનઆરઆઈ કે જેઓએ વિસાવદરમાં દૈનિક વિનામૂલ્યે 400 લીટર છાશ વિતરણ અને સ્કૂલ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન , પુસ્તકો નાસ્તાનું વિતરણ કરે છે હાલ માત્ર માતૃભાવ અને સેવાની ફરજ ગણીને વતનમાં સ્થિર થઈ ને નજીકના સમયમાં ઔદ્યોગિક એકમની સ્થાપના કરી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા ભાવથી પુનઃ વતનમાં નિવાસી થાય છે તેવા હિતેશભાઇ ગાંઠાણીનું પણ સન્માન કરેલ આ તકે વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરિભાઈ રીબડીયાએ કહ્યું ઘણા વર્ષોથી આરોગ્ય લક્ષી સેવા કરતી સંસ્થા આર્યસમાજના દરેક સંચાલકોને પણ અમે બીરદાવીએ છીએ કૅ આ સંસ્થા પર્યાવરણ,યૉગસીબીર , જનજાગૃતિ આરોગ્ય લક્ષી સેવાઓ નું કાર્ય નિષ્કામ ભાવે કરૅ છે તૅ ખરૅખર વંદનીય છે,આ કેમ્પમાં આંખના ડોક્ટર શ્રી હિતેશભાઈ રાઠોડ સેવા આપેલ હતી અને કુલ 168 દર્દીઓની ઓપીડી થયેલ અને 58 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે દવા કાળા ચશ્મા ભોજન આવવા જવાની વ્યવસ્થા તેમજ ફૉલોઅપની સગવડતા સાથે કૅમ્પ નું સફળ આયોજન થયૅલ આ કેમ્પને સફળ બનાવવા માટે જેરામભાઈ સંઘાણી જીતુ પરી ભોલેનાથ બાપુ , પી.ટી. વૈશ્નનવ એ સેવા આપેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.