જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ એન.પી.ગૌસ્વામી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે જુના ચોબારી ગામે રામજી મંદીર બહાર ઘરની બહાર જાહેર ખુલ્લી જગ્યામાં રૂપિયાની હારજીતનો ધાણીપાસાનો જુગા૨ ૨મતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ: (૧)ભરત ઉર્ફે ભખો મોહનભાઇ સોલંકી (લુહાર) ઉવ.૪૦.૨હે.ચોબારી તા.ભચાઉ (૨)હાજીખાન કમાલખાન પઠાણ ઉવ.૩૬.રહે.કંથકોટ તા.ભચાઉ (3) જયરામ ૨ામજી કોલી ઉવ.૩૫.રહે.મનફરા તા.ભચાઉ (૪)મેશ શામજી કોલી ઉ.વ.૪૫ રહે.ઘનશ્યામનગર ચોબારી તા.ભચાઉ (૫)૨ણછોડ વશરામભાઇ વરચંદ ઉવ.૪૬ રહે. રહે. ઘનશ્યામનગ૨ ચોબારી તા.ભચાઉ (૬) અશ્વિન બેચરભાઈ વરચંદ ઉવ.૨૭ રહે.મોમાયમોરા ચોબારી તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) રોકડા રૂપિયા ૨૩,૩૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૧૫,૫૦૦/- (૩) મો.સા.નંગ- ૦૩ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-(૪)લાકડાનું પાટીયું તથા ધાણી પાસા નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ - કુલ કિ.રૂ: ૧,૩૮,૮૦૦/-
આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ એન.પી.ગૌસ્વામી તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.