શ્રી સરકારી માધ્યમિક શાળા, કંથકોટ અને શ્રી કંથકોટ ગ્રુપ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કંથકોટ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી સરકારી માધ્યમિક શાળા, કંથકોટ અને શ્રી કંથકોટ ગ્રુપ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કંથકોટ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી


આજ રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા, કંથકોટ અને શ્રી કંથકોટ ગ્રુપ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કંથકોટ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ એવા ભચાઉ તાલુકા વિકાસ અધિકારી કે.વી. મોઢેરા અને લાયઝન ઓફિસર પ્રકાશભાઈ પટેલ ગામના આગેવાનો, વર્તમાન અને ભૂતપુર્વ સરપંચશ્રીઓ, SMC અને SMDC કમિટીના સભ્યો, વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

પ્રવેશ લઈ રહેલ બાળકોને મહેમાનો અને આગેવાનો દ્વારા કુમકુમ તિલક કરી હાથમાં કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે દાતા વિશનજી નાનજીભાઈ વેરાત દ્વારા બાલ વાટીકા થી લઇ ધોરણ- 10 સુધીના કુલ 350 બાળકોને અંદાજિત 3 લાખ રૂપિયાની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવેલ. તેમજ માધ્યમિક શાળાના આચાર્યશ્રી કૌશિકકુમાર આચાર્ય દ્વારા તેમના માતૃશ્રી પુષ્પાબેન રાજેન્દ્રપ્રસાદ આચાર્યની પુણ્ય તિથિ નિમિત્તે બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનું સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે તાલુકા વિકાસ અધિકારીએ પણ દાતાના કાર્યને બિરદાવી ભવિષ્યમાં પણ તેવો આવા ઉમદા કાર્ય માટે તત્પર રહે એવી આશા વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ અને માધ્યમિક શાળા આચાર્ય કૌશિકકુમાર આચાર્યના માર્ગદર્શન હેઠળ થયું.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.