જસદણના આટકોટ ગામને આઝાદી પછી ઍક અઘતન એસ ટી બસસ્ટેન્ડ મળશે: વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી દિવસોમાં રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જેને ખુલ્લું મુકશે તે જસદણના આટકોટ ગામનું બસસ્ટેન્ડ આઝાદી પછીનું સુવિધાયુક્ત હોવાથી હજજારો મુસાફરોને ભારે રાહત મળશે એમ જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જસદણના આટકોટ ગામે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી અનેક એસ ટી પસાર થાય છે ઘણાં વર્ષોથી આટકોટ ગામે સામાન્ય બસ સ્ટેન્ડ હોવાથી મુસાફરોને બેસવા પીવા માટે પાણી બાથરૂમ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડતી હતી પણ આ વાત ભાજપની સંવેદન સરકારના કાને પહોંચતા તાત્કાલિક અસરથી આટકોટમાં અઘતન બસ સ્ટેન્ડ બનાવ્યું હતું વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જેનું રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ લોકાર્પણ કરવાના છે તે બસસ્ટેન્ડ અતિ આધુનિક બન્યું છે જેમાં મુસાફરોને પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા છે આ બસસ્ટેન્ડ બનવાથી આગામી દિવસોમાં હજજારો મુસાફરોને રાહત મળશે એમ વિજયભાઈ રાઠોડએ અંતમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વીંછિયામાં અબજો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્તમાં આવવાનાં હતાં પણ હવે તારીખ અને સમયમાં ફેરફાર થયો છે સત્તાવાર કાર્યક્રમ હવે આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.