બી.એસ.એન.એલ.માં સેવા સુધારવાની ઈચ્છાનો અભાવ - At This Time

બી.એસ.એન.એલ.માં સેવા સુધારવાની ઈચ્છાનો અભાવ


સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ૫૦૦ ગામોમાં બીએસએનએનએલનું કવરેજ ન મળતા હાલાકી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વર્ષો પછી પણ ભારત દૂરસંચાર નિગમમાં સેવા સુધારવાની ઈચ્છાનો સદંતર અભાવ રહ્યો છે. જિલ્લાના ટ્રાયબલ વિસ્તારના ગામોમાં આજે પણ બી.એસ.એન.એલ.નું મોબાઈલ કવરેજ યોગ્ય રીતે પકડાતું નથી. જિલ્લાના ૫૦૦ ગામડાઓમાં બી.એસ.એન.એલ.ની સેવામાં હાલાકી પડી રહી છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓની મોબાઈલ સેવા દૂરના ગામડાઓ સુધી પહોંચી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.