વિશ્વ યોગ દિવસ - રાજકોટ જિલ્લા પંચાયતના ૨૭૫ આયુષ્માન ભારત - હેલ્થ એન્ડ વેલનેસ આરોગ્ય મંદિરો, ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ અર્બન આરોગ્ય કેન્દ્રો પર યોગ કરાશે - At This Time

વિશ્વ યોગ દિવસ – રાજકોટ જિલ્લા પંચાયતના ૨૭૫ આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ આરોગ્ય મંદિરો, ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ અર્બન આરોગ્ય કેન્દ્રો પર યોગ કરાશે


રાજકોટ, તા. ૨૦ જૂન - ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરવામાં આવી છે. ત્યારે ભારત સરકારે યોગ વિદ્યા મુળ ભૂમિ એવા આપણા દેશમાં ૨૧ જુનના દિવસે વિરાટ અને વિસ્તૃત કાર્યક્રમ કરી ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. મનુષ્યના સર્વાંગી વિકાસ, નિરામય જીવન અને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન શૈલીમા યોગ ચાવી રૂપ ભુમિકા ભજવે છે. ભારતીય સંસ્કૃતિના વૈજ્ઞાનિક પધ્ધતિના આધાર સમાન યોગને શહેરી વિસ્તારથી લઇ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા માટે અને લોકપ્રિય બનાાવવા માટે ઇન્ટરનેશનલ યોગ ડે નિમિતે રાજકોટ જિલ્લાના ૨૭૫ આયુષ્માન ભારત - હેલ્થ એન્ડ વેલનેશ આરોગ્ય મંદિર ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ અર્બન આરોગ્ય કેન્દ્રો પર હેલ્થ એન્ડ વેલનેશ ડે અંતર્ગત યોગા સેશન આયોજીત કરવામાં આવેલ. ૨૧ જુન ઈન્ટરનેશનલ યોગા દિવસ અંતર્ગત યોગા સેશનનું આયોજન તમામ હેલ્થ એન્ડ વેલનેશ આરોગ્ય મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં ખારોગ્ય વિભાગની કચેરીઓમાં સમુહ યોગનું આયોજન કરવામાં આવેલ છે
આ ઉપરાંત, યોગને વધુ ને વધુ લોકપ્રિય બનાવવા માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ગ્રામ્ય કક્ષાએ શારીરિક રીતે ચુસ્ત અને સ્ફુર્તિલુ જીવન જીવતા શિક્ષકો, તાલીમ પામેલ તાલીમાર્થીઓ, આરોગ્ય કાર્યકરો, આંગડવાડી કાર્યકરો અને આશા બહેનોને યોગની તાલીમ આપી તેમને પણ ગ્રામ્ય કક્ષાના યોગગુરૂ તરીકે સ્થાપિત કરીને સમગ્ર વર્ષ દરમિયાન યોગના સેશન લેવામાં આવે છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.