જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે ૫ જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે પુસ્તક પરબનું આયોજન 'વડીલોનો વિસામો' તખ્તસિંહજી જાહેર વાચનાલય, નદી કિનારે, પાળિયાદ રોડ - બોટાદમાં યોજાયું હતું. જે અંતર્ગત 'યાદ શક્તિ કોઇનો ઇજારો નથી' પુસ્તકનો પરિચય ચાંદની રોજેસરાએ આપ્યો અને પ્રિયંકા ગોહેલે સંચાલન કર્યુ હતું. તેમજ પુસ્તક પરબમાં લાલજીભાઈ પારેખ, મુકેશભાઈ મહેતા, મહેન્દ્રસિંહ રાઠોડ, ડૉ. ભરત મકવાણા વગેરે સાહિત્ય રસિક મિત્રોએ હાજરી આપી હતી. પુસ્તક પરબના કાર્યવાહક કુલદીપ વસાણી, બટુક રવૈયા, કુલદીપ ખાચર, રાજેશ શાહ, પારસ જી. ઓગાણિયા અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગ્રૂપના બાળકો પરમાર માનવ, બોળિયા રાહુલ, પરમાર મયુર, મેર માધવ, જોગરાણ દર્શન દ્વારા સંભાળવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.