મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો - At This Time

મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો


રાજકોટ તા. ૦૩ જુલાઈ - રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.
કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાનમાલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો / દુકાનો /ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યખક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.