મોટી વિરવા અને સરવા સહિતના ગામોમાં રોગચાળા અંગે જાગૃતિ લાવવા ક્લોરીનેશન અને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ
(અસરફ જાંગડ દ્વારા)
રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અતિ વરસાદના કારણે રોગચાળો ફેલાવવાની પણ સંભાવનાઓ વધી રહી છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં તેમજ ગામડાઓમાં રોગચાળા અંગે જાગૃતિ લાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોટી વિરવા અને સરવા સહિતના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાવતો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ક્લોરિનેશન અને સેનેટાઈઝેશન સહિતની કામગીરી દ્વારા ગ્રામ લોકોને સ્વચ્છતા રાખવા પણ સૂચીત કરાયા હતા. જ્યાં ત્યાં ભરાયેલા ખાબોચિયા, ટાંકીના પાણીને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા જાગૃત કરવામાં આવ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.