શ્યામપાર્કમાં ચાલતી જુગાર કલબમાં દરોડો: ત્રણ મહિલા સહિત છ ઝડપાયા - At This Time

શ્યામપાર્કમાં ચાલતી જુગાર કલબમાં દરોડો: ત્રણ મહિલા સહિત છ ઝડપાયા


શ્યામપાર્કમાં ચાલતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી ત્રણ મહિલા સહિત છ શખ્સોને દબોચી રૂા.19300ની મતા કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ હરદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે શ્યામ પાર્ક-1માં રહેતા મીતેશ મનોજ લાખાણીના મકાનમાં બંધબારણે ચાલતા જુગારમાં દરોડા પાડી પતા ટીંચતા મીતેષ મનોજ લાખાણી, ભરત આલા શીયાળ (રહે.નવાગામ) રાજેશ મહેન્દ્ર મકવાણા (રહે.રૂષીપ્રસાદ સોસાયટી, કોઠારીયા રોડ), (રહે. પ્રવિણાબેન મનોજ લાખાણી, રંજનબેન સુરેશ વસોવા અને ભાવનાબેન મનીષ માત્રાવાડીયા (રહે. ત્રણેય રણુજા મંદિર પાસે, કોઠારીયા રોડ)ને દબોચી રૂા.19300ની મતા કબ્જે કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.