ખરાબાનો પ્લોટ તમે કેમ વાળી લીધેલ છે’ કહીં 70 વર્ષના વૃદ્ધ પર પાડોસી પરીવારનો હુમલો - At This Time

ખરાબાનો પ્લોટ તમે કેમ વાળી લીધેલ છે’ કહીં 70 વર્ષના વૃદ્ધ પર પાડોસી પરીવારનો હુમલો


કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરા નજીક તમે ખરાબાનો પ્લોટ તમે કેમ વાળી લીધેલ છે તેમ કહીં 70 વર્ષના વૃદ્ધ પર પાડોસી પરીવારે હુમલો કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરે રહેતાં નથુભાઇ પમાભાઈ મુછડીયા (ઉ.વ.70) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ અમુ ચૌહાણ, રાજુ અમુ ચૌહાણ, મંજુ અમુ ચૌહાણ, રીટાબેન રાજુ ચૌહાણ (રહે. તમામ લક્ષ્મીના ઢોરે, કટારીયા ચોકડી પાસે) નું નામ આપી જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો પુત્ર એસટીમા ડ્રાઇવર અને નાનો દિકરો નિવૃત આર્મીમેન છે, જે બંને સરપદડ રહે છે અને તેઓ અહી એકલાં રહે છે.
ગઈ તા.18/08 ના રોજ તેઓ સવારમાં સાડા આઠેક વાગ્યે બાજુમા આવેલ મંદીરે ગયેલ તે વખતે બાજુમા રહેતા કૌટુંબિક ભાણેજ આશીષ ચૌહાણ મારી ઘસી આવેલ અને કહેલ કે, બાજુમાં આવેલ ખરાબાનો પ્લોટ તમે કેમ વાળી લીધેલ છે, ત્યાં પાણી ભરાઈ છે, અમને ચાલવામાં તકલીફ પડે છે, કહેતાં તેને કહેલ કે, ઘણા લોકોએ ત્યા પ્લોટ વાળેલ છે, તો મે પણ વાળેલ છે કહેતા તે ઉશ્કેરાઇ જઇ લાકડીનો એક ઘા મારી દિધેલ અને ગાળો દેવા લાગેલ હતો. બાદમાં તેઓ ત્યાંથી ઘરે જતાં રહેલ હતાં.
દરમિયાન તેઓ ઘર બહાર ઊભાં હતાં ત્યારે આશીષ ચૌહાણ, તેની માતા મંજુબેન, રાજુ ચૌહાણ અને રીટાબેન ચૌહાણ ગાળો આપી કહેવા લાગેલ કે, તમે આ પ્લોટ વાળેલ છે, તો અહી પાણી ભરાય છે, જે અમને ચાલવામા નડે છે, તેમ કહીં માથાકુટ કરી આડેધડ ઢીકાપાટા મારવા લાગેલ અને તેઓ નીચે પડી ગયેલ હતાં. તે વખતે દેકારો કરવા લાગતા ચારેય શખ્સોએ કહેલ કે, હવે જો અમારી સાથે કયારેય માથાકુટ કરી તો જીવતા નહી રહેવા દઇ તેમ ધમકી આપેલ હતી.
બાદમાં તેઓને શરીરે ઈજા પહોંચતા સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.