ઉનાળામાં અસ્થમાના દર્દીઓને કાળજી રાખવી જરૂરી - At This Time

ઉનાળામાં અસ્થમાના દર્દીઓને કાળજી રાખવી જરૂરી


*ઉનાળામાં અસ્થમાના દર્દીઓને કાળજી રાખવી જરૂરી*

*દમના દર્દીઓને ગરમ હવા,વાયુ પ્રદુષણથી વધે છે મુશ્કેલીઓ:હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અસ્થમાના દર્દીઓ માટે થયા અગત્યના સુચનો*

ઉનાળો પોતાનો આકરો મિજાજ દેખાડી રહ્યો છે.અસહ્ય ગરમીને લીધે અસ્થમાના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગભરાહટ અનુભવે છે,આ ઉનાળાની ગરમીમાં અસ્થમાના દર્દીઓને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગત્યના સુચનો કરવામાં આવ્યા છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે,ઉનાળામાં અસ્થમાના દર્દીઓને ગરમ હવા,ધુળની ડમરીઓને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે,ગભરાહટ થાય છે.આ સમયે અસ્થમાના દર્દીએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને શ્વાસ લેવામાં વધુ તકલીફ હોય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.આ રોગને હળવાશથી ના લેવો જોઈએ નહિતર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.અસ્થમાના દર્દીઓ શ્વસન માર્ગના ચેપથી પીડાઈ છે. જેના કારણે ઠંડી અને ગરમીના કારણે શ્વસન માર્ગમાં ચેપ અને સોજાની સમસ્યા થઈ શકે છે. અસ્થમામાં શ્વાસ લેવામાં, ઉધરસ અને ગભરાહટ જેવી મુશ્કેલી પેદા કરી શકે છે.દેશના મોટાભાગના રાજયોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીના કારણે અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે.અસ્થમાના દર્દીને શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ થાય એવું નથી કે ઉનાળામાં આ રોગ દબાઈ જાય છે. હકીકતમાં, ગરમીમાં પણ અસ્થમાના દર્દીઓની તકલીફ વધી જાય છે.અસ્થમાના દર્દીઓએ ગરમીના મોજા દરમિયાન સાવચેતી રાખવી જોઈએ, નહીં તો તેમનું સ્વાસ્થ્ય બગડશે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે,અસ્થમાના દર્દીઓએ ગરમ હવામાં સાવચેત રહેવાની જરૂર છે. ગરમ હવા બીમારીને ઉત્તેજિત કરી શકે છે.ગરમ હવાના કારણે શ્વસન માર્ગમાં ઈન્ફેક્શન થવા લાગે છે અને સમસ્યાઓ વધવા લાગે છે. શ્વસન માર્ગમાં સોજો અને ચેપનું કારણ બને છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. શ્વાસ સંબંધી રોગોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાનું જોખમ રહેલું છે.સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમારી દવાઓ નિયમિતપણે લેવાની સાથે, તમે કેટલાક પગલાં લઈ શકો છો જે રાત્રે અસ્થમાના હુમલાની શક્યતાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે.આ ખતરનાક પરિસ્થિતિથી બચવા માટે તમારા રૂમને સાફ રાખો,રાત્રે અસ્થમાના હુમલાથી બચવા માટે, તમારે સૌથી પહેલા તમારા રૂમને સ્વચ્છ રાખવાનું છે.દરરોજ કચરા-પોતું કરો. પંખાની બ્લેડ, કબાટની ટોચ વગેરે જેવી ઘણીવાર અવગણના કરવામાં આવતી હોય તેવી જગ્યાઓને પણ સાફ કરો.ગાદલા પર કવર લગાવો, ડસ્ટ-પ્રુફ ગાદલું અને ઓશીકાના કવર ગંદકી અને ધુળને પથારીમાં પ્રવેશતા અટકાવે છે. જર્નલ ઓફ સાયન્સ ડેઇલીમાં પ્રકાશિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એન્વાયર્ન મેન્ટલ હેલ્થ સાયન્સના અભ્યાસ અનુસાર, બેડરૂમમાં ધુળની જીવાતને ઘટાડવા માટે ગાદલા અને ઓશીકાના કવર ઉમેરવાએ શ્રેષ્ઠ અને અસરકારક રીત છે.વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે તા.૨/૫ ના રોજ લોકોને અસ્થમાના ખતરનાક રોગ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટીટયુટ હેલ્થ અનુસાર, અસ્થમા એ એક એવી સ્થિતિ છે જે ફેફસામાં વાયુમાર્ગને અસર કરે છે.ઉનાળાની ઋતુની ગરમી અસ્થમાથી પીડિત લોકોની સમસ્યાઓમાં વધુ વધારો કરી શકે છે. ઉનાળામાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ વધી જાય છે, જેના કારણે અસ્થમાના દર્દીઓની હાલત ખરાબ થઈ શકે છે. તેથી જ અસ્થમાના દર્દીઓએ ઘરની અંદર રહેવું જોઈએ અને સારી હવા હોય ત્યારે જ બહાર જવું જોઈએ.ગરમ હવાના કારણે અસ્થમાના દર્દીઓને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે.
શ્વાસ લેવામાં થતી તકલીફને હળવાશમાં ન લો, તે અસ્થમા અને બ્રોન્કાઇટિસનું પણ લક્ષણ હોય શકે છેવિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે તા.૨/૫ ના રોજ લોકોને અસ્થમાના ખતરનાક રોગ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ અનુસાર અસ્થમા એ એક એવી સ્થિતિ છે જે ફેફસામાં વાયુમાર્ગને અસર કરે છે. જો કોઈ વ્યક્તિને અસ્થમા હોય તો તેના વાયુમાર્ગમાં પણ સોજો આવી શકે છે. જ્યારે તમે અસ્થમાની સ્થિતિમાં શ્વાસ બહાર કાઢો છો, ત્યારે તે તમારા વાયુમાર્ગમાંથી હવાનું વહેણ મુશ્કેલ બનાવે છે.ઉનાળાની ઋતુમાં હવામાં ઘણાં પ્રદૂષકો હોય છે, જેના કારણે અસ્થમાના દર્દીઓ માટે શ્વાસ લેવાનું પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં તેઓ તેમની છાતીમાં દબાણ અનુભવી શકે છે. એટલા માટે અસ્થમામાં વાયુ પ્રદૂષણમાં શ્વાસમાં લેવું દરેક માટે જોખમી બની શકે છે. ખાસ કરીને જ્યારે અસ્થમાના દર્દીઓ પ્રદૂષકોના સંપર્કમાં આવે છે, ત્યારે ફેફસાના કાર્યને અસર થઈ શકે છે. જેના કારણે અસ્થમાનો હુમલો થવાનો ખતરો રહે છે.તેથી ઉનાળામાં અસ્થમાના દર્દીએ તકેદારી રાખવી જોઈએ તેમ રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.