રાજકોટ મનપા સંચાલિત સ્કૂલ નં-1, 51નું કામ બાકી, 2008થી સ્કૂલ નં-99 ભાડાના મકાનમાં ચાલે છે; 222 વિદ્યાર્થી વચ્ચે માત્ર 4 રૂમ
ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત હેઠળ ગરીબ વર્ગનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સરળતાથી મળે તેના માટે પૂરતી સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ રાજકોટ જેવા મહાનગરમાં કોર્પોરેશન સંચાલિત 93 સ્કૂલઓમાંથી 4 સ્કૂલની હાલત જર્જરીત છે. જેમાં સ્કૂલ નંબર 11નું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સ્કૂલ નંબર 1 અને 51ના માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં હજુ કામગીરી ટેન્ડર પ્રક્રિયા સુધી પણ પહોંચી નથી.
એટલું જ નહીં સ્કૂલ નંબર 99 વર્ષ 2008થી એક ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં 1થી 5નાં 222 છાત્રોની વચ્ચે માત્ર 4 રૂમ અને 2 બાથરૂમ છે. તેમજ બિલ્ડિંગની હાલત પણ જર્જરીત છે. જ્યારે ભગવતીપરામાં હાલમાં જે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની મંજૂરી મળી નહીં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને આમાં ગુજરાત ક્યાંથી ભણશે જેવા સવાલો ઉઠી રહ્યા છે
આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ છતાં મંજૂરી ન મળી રાજકોટ મહાનગરપાલિકાનાં ગતવર્ષનાં બજેટમાં સ્કૂલ નંબર 1 અને 51નાં નવીનીકરણ માટે 2 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, નવું બજેટ જાહેર થવાને ગણતરીના દિવસો બાકી હોવા છતાં સ્કૂલ નંબર 1નું કામ પ્લાનિંગ લેવલે અને સ્કૂલ નં-51નું કામ એસ્ટીમેન્ટ બનાવવાના સ્ટેજ ઉપર છે. આ સિવાય સ્કૂલ નં. 11નું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રાજકોટનાં ભગવતીપરામાં અતિ આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ સાંસદ પુરુષોત્તમ રૂપાલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે, આ બિલ્ડિંગમાં હાઈસ્કૂલની મંજૂરી હજુ સુધી મળી નથી. જેને લઈને હવે નજીકમાં ચાલતી સ્કૂલ નં. 100 કપાતમાં આવતી હોવાથી તેના ધોરણ 1થી 5નાં વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં ટાન્સફર કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, હાઈસ્કૂલની મંજૂરી ક્યારે મળશે તે હાલ કહેવું મુશ્કેલ છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
