બોટાદ જિલ્લાના રોજગારઈચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા રોજગારીની સુવર્ણ તક
બોટાદ જિલ્લાના રોજગારઈચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા રોજગારીની સુવર્ણ તક
પુખરાજ હેલ્થકેર પ્રા.લી- અમદાવાદ ખાતેના એકમ માટે વેલનેસ એડવાઈઝર તથા સેલ્સ મેનેજરની જગ્યા માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન બોટાદ જિલ્લાના રોજગારઈચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા રોજગારીની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે. પુખરાજ હેલ્થકેર પ્રા.લી- અમદાવાદ ખાતેના એકમ માટે વેલનેસ એડવાઈઝર તથા સેલ્સ મેનેજરની જગ્યા માટે ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૨ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રોજગારઇચ્છુકો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ ખાતે તા.૧૫/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારઇચ્છુકોએ આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી જરૂરી છે. આ માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/accounsignup છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમ કચેરી, બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.