ખારાઘોડા નવાગામના અગરીયાઓ દ્વારા બાઈક રેલી કાઢી પાટડી PGVCL ખાતે હલ્લાબોલ મચાવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના ખારાઘોડા નવાગામમાં રહેતા અગરીયા પરિવારોને પુરતો વીજ પુરવઠો ન મળતા ખારાઘોડાથી બાઇક રેલી સાથે પાટડી પીજીવીસીએલ કચેરી ખાતે આવી હલ્લાબોલ કર્યો હતો જેમાં એમના દ્વારા છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી રોષ ઠાલવ્યો હતો જ્યારે પાટડી પીજીવીસીએલના અધિકારી દ્વારા લો-વોલ્ટેજની સમસ્યા દૂર કરવા ખાત્રી આપવામાં આવી હતી ખારાઘોડાના અફાટ રણમાં 45 ડિગ્રી તાપમાન વેઠી આઠ મહિ રણમા મીઠુ પકવતા અગરીયાઓ હાલ સીઝન પૂરી થતાં ગામ તરફ આવ્યા છે ત્યારે ખારાઘોડા નવાગામ દશામાંવાળી લાઈન વિસ્તારના અગરિયાઓ લો-વોલ્ટેજના કારણે પંખા ફૂલ ગતિમાં ન ચાલતા ગરમીથી ત્રસ્ત થઈ ઉઠયા છે આ બાબતે ખારાઘોડા ગામના જાગૃત યુવાન નવઘણ કણસાગરા દ્વારા વધુમા જણાવવામાં આવ્યું કે, છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં લો-વોલ્ટેજની સમસ્યાને દૂર કરવામાં આવી નથી જ્યારે પીજીવીસીએલના અધિકારી નિલેશભાઈ મંડલી દ્વારા કાયમી નિરાકરણ લાવવા ખાત્રી આપવામાં આવતા અગરિયાઓ રજૂઆત કરી ઘર તરફ ફર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.