વડનગર નું વિરલ વ્યક્તિત્વ એવા ડૉ વસંત પરીખ જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન દંડી યાત્રા ને યાદ અપાવી રહી છે.
વડનગર નું વિરલ વ્યક્તિત્વ એવા ડૉ વસંત પરીખ જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન દંડી યાત્રા ને યાદ અપાવી રહી છે
ડૉ. વસંત પરીખ (જ.તા. - 14 ફેબ્રુઆરી 1929-15 માર્ચ 2007 )
'ડૉ. વસંત પરીખ આમ તો વ્યવસાયે તબીબ.વડનગરની આંખની હોસ્પિટલને સંભાળે. પણ સ્વભાવ જાહેર જીવનના રોગ અને નિદાન શોધવાનો. રાજકારણ ગંદુ કેમ? પ્રજાના પ્રશ્નોની મશ્કરી જ કાં? વહકવટી તંત્ર, ધારાસભા અને પ્રજા - પરસ્પર સમત્રિકોણને બદલે, બધા વચ્ચે તીવ્ર ફાંસલો કેમ? સંસદીય પદ્ધતિમાં આમ આદમીને કેન્દ્રમાં રાખવાનો પ્રયત્ન થાય તો......
આ બધા પ્રશ્નાર્થે તેમને જાહેર જીવન તરફ પ્રેર્યા. એમાં વિમલાતાઇનાં કેટલાંક પ્રવચનોએ અજંપાનો રંગ આપ્યો. મિત્રો સાથે ચર્ચાઓ થઇ. શુભેચ્છકોએ સધિયારો આપ્યો.
અને એ રીતે ડૉ.વસંતભાઇએ 1967ની ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું, ખેરાળુ મતવિસ્તારમાં એમણે ઉમેદવારી નોંધાવી. પક્ષની કંઠી બાંધે તો પોતાના પ્રામાણિક વિચારો પર બેડી પડી જાય એમ હતું. એટલે અપક્ષ રહ્યા. થોડા બીજા પણ પ્રયોગો કરવા હતા. ખાસ તો - પ્રજા જ પોતાના ઉમેદવાર રૂપે અનુભવે, ખર્ચ કરે અને પ્રતિનિધિ બનાવે. એવું દુ: સાહસ ભાગ્યે જ કોઇ કરે. પણ વસંતભાઇએ તે કર્યું. શ્રી શ્યામસુંદર પરીખે નજરે જોયેલા એ ચૂંટણીજંગ વિષે જે બયાન કર્યું છે તે જોવા જેવું છે.
" એમણે નહોતું ખોલ્યું રસોડું, નહોતા કર્યા ચા-પાણી, બીડી-સિગરેટ,ચવાણા-પેંડાના જલસા,નહોતી પૈસાની રેલમછેલ,નહોતાં ધગધગતાં ભાષણો,ન ઉશ્કેરાટભર્યા દેખાવો,ન ઝિંદાબાદના પોકારો કે ન હેલિકોપ્ટરમાંથી પત્રિકાઓ ફેંકી.... પ્રચારના સૂત્રો હતાં. જનતા ઝિંદાબાદ, લોકતંત્ર ઝિંદાબાદ, ભારતમાતાકી જય ! ચૂંટણી પ્રચારાર્થે મોટું ફંડ નહોતું. સામાન્ય જનતાનો ટેકો દરેક પાસેથી બે રૂપિયા લેવાનું નક્કી કર્યું. એક ઓળખીતાં બહેને 500 મોકલ્યા, તેમાંથી 498 પાછા મોકલી દીધા. આમ 6000 રૂપિયાના ફંડમાં એ ચૂંટણી લડ્યા.... ક્યાંય ભીંત પર પ્રચાર સૂત્રો નહોતાં લખાયાં, ન ક્યાંય પ્રચારમાં અતિરેક. આખીયે ચૂંટણી ખેલદિલી ભર્યા વાતાવરણમાં - કહો કે સાધનશુદ્ધિના આગ્રહ સાથે ખેલાઇ.... અને તેમાં પ્રજાએ તેમને પ્રતિનિધિ બનાવ્યા "
....... પ્રજાની મુશ્કેલીઓનો અંત - એજ કેવળ લોકતંત્રનું ચરમ લક્ષ્ય હોય નહીં, ન હોઇ શકે. લોકતંત્રમાં તો લોકને કેળવવાનું, અને એવી કેળવણી દ્વારા, જીવનની આ સર્વશ્રેષ્ઠ પદ્ધતિને પામવાનું વિકટ કાર્ય પ્રતિનિધિએ કરવાનું હોય છે. કેટલેક અંશે એ કાર્ય પણ ડૉક્ટરે કર્યું- તેમનો પ્રયોગ લોકશિક્ષણ માટે શિબિરોનો હતો. આવા ત્રણ શિબિરોમાં તેમણે વિવિધ વક્તાઓ નોંતર્યા-- જેમાં શ્રી વિમલાતાઇ, ડૉ. દ્વારકાદાસ જોશી, શ્રી શંકરરાવ દેવ, શ્રી રાઘવજીભાઇ લેઉવા વગેરેનાં વૈચારિક પ્રવચનો ઉપરાંત તાલુકા પંચાયત કક્ષા સુધીના પ્રશ્નોની સમજ, શિક્ષણ, ચર્ચાયા. એ જ રીતે રાજ્ય વિધાનસભા સુધીના પ્રશ્નોની ચર્ચા પ્રયોજવામાં આવી હતી પ્રયોગરૂપે એમાં સંખ્યા પણ સારી રહી.....
----- જનજાગરણની એક લકીર ( ખેરાલુ મતવિસ્તારના અપક્ષ ધારાસભ્ય ડૉ. વસંત પરીખની ધારાસભાકીય કારકીર્દીની કથા) માં શ્રી વિષ્ણુ પંડ્યાના લેખનો નાનકડો અંશ.
*****
ઉત્તર ગુજરાત માટે આશીર્વાદ રૂપ ધરોઇ બંધના મુખ્ય સમર્થક ડૉ. વસંત પરીખ હતા. ' વિના ધરોઇ, ધરતી રોઇ.' જેવા સૂત્ર સાથે તેમણે વડનગરથી ગાંધીનગરની પદયાત્રા કાઢેલી. આ અભિયાનમાં તેમનો મહત્વનો હિસ્સો. આખરે 1971માં ધરોઇ બંધ મંજૂર થયો હતો.
બાળપણથી એમના વિશે ખૂબ સાંભળેલું. એમના જીવનના પાછલાં વર્ષોમાં રૂબરૂ મળવાનું ઘણીવાર બનતું અને દર વખતે નવીન ભાથું મળતું. અમે સૌ મિત્રો એમને 'દાદા' કહેતા. એમની સાથે બેસવું, વાતો કરવી એ એક અનોખો લહાવો હતો. એક તબીબ, સામાજિક કાર્યકર્તા,જાગૃત જનપ્રતિનિધી- જનનેતા જેવાં અનેક પાસાં ધરાવનાર વ્યક્તિત્વ ભાગ્યે જ મળે.
....ઉત્તરી આયર્લેન્ડમાં ખાણ ધડાકામાં બે બ્રિટિશ સૈનિકો માર્યા ગયા. સ્ટીફેન કયુમિન્સ નામના 24 વર્ષના આ બે પૈકીના એક પાસેથી સીલબંધ કવર " મને ચાહતા સૌને " મળી આવ્યું. જે કવિતા I AM NOT THERE નો વસંત દાદાએ કરેલો અનુવાદ " હું સઘળે છું ".....
" ના રોશો ઊભી મારી કબર કને
નથી હું તહીં ને સૂતો વળી ત્યાં
વહંતી હજારો વાયુ લહર મહીં હું
ને હિમ પરે ચમકતી હિરકણી શો
ઝૂમતા ડૂંડવે રશ્મિ કિરણ સમો હું
વળી અષાઢી મંદ ઝરમરો મહીં હું
સવારે હડબડી કરી જાગતા જંયે તમે
તંયે જોજો મુને શાંત ખગ - ગતિમાં,
નિશિએ નિરખજો, મૃદુ તારકોમાં,
ના રોજો ઊભીને મમ સમાધિએ
નથી મટ્યો હું, નથી મર્યોયે હું. "
આ પ્રકારના તમામ સમાચાર માટેે
