વેરા વિભાગની ટીમોનું સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકિંગ, 7 મિલકતો સીલ કરી 10ને નોટિસ, 47.20 લાખની વસુલાત - At This Time

વેરા વિભાગની ટીમોનું સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકિંગ, 7 મિલકતો સીલ કરી 10ને નોટિસ, 47.20 લાખની વસુલાત


રાજકોટ મહાનગરપાલિકાની અવકનો મુખ્ય સ્ત્રોત મિલકત વેરો છે. જેનો નાણાકીય વર્ષ 2023-24માં 410 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, અથાગ પ્રયત્નો છતાં હજુ 318 કરોડની જ વસુલાત થઈ હોવાથી માર્ચ મહિના પૂર્વે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે વેરા વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચની ટુકડીઓ આજે બાકી મિલ્કતવેરો વસૂલવા સોની બજાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રાટકી હતી અને 7 મિલ્કત સીલ, 10 મિલ્કતને ટાંચ જપ્તી માટેની નોટિસ અને 7 મિલકતોના નળ કનેક્શન કપાત સહિતની કાર્યવાહી કરી 47.20 લાખની વસુલાત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.