મણિપુર હિંસાના 600 દિવસ:સેનાની સખ્તાઈના કારણે પહેલીવાર એક મહિનો શાંતિ રહી, કાશ્મીર જેવા ઓપરેશન ‘ક્લિન’થી 20 ઉગ્રવાદી પકડાયા
મણિપુરમાં હિંસાના 600 દિવસ રવિવારે પૂર્ણ થશે. આ 600 દિવસમાં પહેલીવાર એવું બન્યું છે કે રાજ્યમાં સતત એક મહિનાથી હિંસાની કોઈ ઘટના બની નથી. મૈઇતેઇ-કુકી સમુદાયોની મહિલાઓ છૂટાછવાયા વિરોધ માટે પણ રસ્તા પર ઉતરી નથી. સરકારી કચેરીઓ નિયમિત ખુલી રહી છે અને સ્કૂલોમાં બાળકોની સંખ્યા પણ વધવા લાગી છે. તેનું કારણ અહીં ચાલી રહેલું સેનાનું કાશ્મીર જેવું ઓપરેશન 'ક્લીન' છે. ખરેખરમાં, કાશ્મીરમાં જ્યાં પણ સેના સર્ચ ઓપરેશન કરે છે, ત્યાંની સમગ્ર વિસ્તારને આતંકથી ક્લીન કર્યા પછી જ સામાજિક પ્રવૃત્તિઓને પાટા પર લાવવાનું કામ કરવામાં આવે છે. મણિપુરમાં પણ આવી જ કામગીરી ચાલી રહી છે. 30 દિવસમાં 20 ઉગ્રવાદીઝડપાયા આ ઓપરેશનની અસર એ છે કે 30 દિવસમાં ન માત્ર હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ ઉગ્રવાદી સંગઠનોના 20થી વધુ ઉગ્રવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું હતું કે અમારું ધ્યાન આતંકવાદના બફર વિસ્તારોમાં દરેક બાબતોને સામાન્ય કરવા પર છે. આમાં તે સંવેદનશીલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે, જ્યાં છેલ્લા દોઢ વર્ષમાં કોઈએ જવાની હિંમત કરી ન હતી. તેમજ, સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 288 કંપનીઓ તહેનાત છે. જો આપણે તે મુજબ જોઈએ તો લગભગ 40 હજાર સૈનિકો છે. પ્રથમ વખત આટલા શસ્ત્રોની રિકવરીઃ અત્યાર સુધીમાં સેનાએ 7.62 એમએમ એસએલઆર રાઇફલ, 5.5 એમએમ ઇન્સાસ રાઇફલ, પોઇન્ટ 22 રાઇફલ, પોઇન્ટ 303 રાઇફલ, 9 એમએમઇ પિસ્તોલ, AK-47 સિરીઝની 20થી વધુ રાઇફલ્સ, બંદૂક, સેંકડો કિલો આઈઈડી જપ્ત કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે આટલા પ્રમાણમાં હથિયારો મળી રહ્યા છે. સેનાની સખ્તાઈ બાદ લોકો જાતે જ હથિયારો જમા કરાવી રહ્યા છે એક માનવાધિકાર કાર્યકર્તાએ કહ્યું કે અગાઉ રાજકીય દખલગીરીને કારણે સેના કંઈ કરી શકતી ન હતી. સેના આનાથી નારાજ હતી, પરંતુ જ્યારથી ઇમ્ફાલ ઘાટીના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં AFSPA લાગુ કરવામાં આવી છે, ત્યારથી સેના કડક બની છે, હવે લોકો જાતે જ તેમના હથિયારો જમા કરાવવા આવી રહ્યા છે. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 237 લોકોના મોત થયા છે મણિપુરમાં કુકી-મૈઈતેઈ વચ્ચે 570 દિવસથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 237થી વધુ લોકોના મોત થયા છે, 1500થી વધુ લોકો ઘાયલ થયા છે, 60 હજાર લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 હજાર FIR નોંધવામાં આવી છે અને 500 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.