આઈ ડિવોર્સ યુ… આઈ ડિવોર્સ યુ…આઈ ડિવોર્સ યુ…:દુબઈની પ્રિન્સેસ મહારાએ ઇન્સ્ટા પોસ્ટ પર પતિને તલાક આપ્યા, લોકોએ તેની બહાદુરીના વખાણ કર્યા
દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રી અને દુબઈની પ્રિન્સેસે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે. દુબઈની પ્રિન્સેસે શેખ મહારાએ બે મહિના પહેલાં જ પુત્રીને જન્મ આપ્યો હતો. દુબઈની પ્રિન્સેસ શેખ મહારા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરમાં તેમના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મકતુમથી ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. પુત્રીને જન્મ આપ્યાના બે મહિના બાદ શેખ મહારાએ ડિવોર્સ આપ્યા છે. શેખ મહારાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, ઘણા લોકો મહારાના વખાણ કરી રહ્યા છે. ઇન્સ્ટા પોસ્ટ પરથી ડિવોર્સ આપ્યા
મકતુમની પુત્રી શેખા મહારા બિન્તે તેમના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મક્તુમથી તેમના છૂટાછેડાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેમણે ઇન્સ્ટા પોસ્ટ કરતા કહ્યું, "પ્રિય પતિ, તમારે અન્ય લોકો સાથે વ્યસ્ત રહો છો. તો હું આપણા છૂટાછેડાની જાહેરાત કરું છું. આઈ ડિવોર્સ યુ, આઈ ડિવોર્સ યુ, આઈ ડિવોર્સ યુ. ટેક કેર. તમારી ભૂતપૂર્વ પત્ની." કેટલાક લોકોને એકાઉન્ટ હેક થયાની શંકા
ઘણા લોકોએ નોંધ્યું છે કે કપલે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેમની પ્રોફાઇલમાંથી એકબીજાની તમામ તસવીરો હટાવી દીધી છે. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે કપલે એકબીજાને બ્લોક કરી દીધા છે. કેટલાક લોકોને લાગ્યું કે કદાચ શેખ મહારાનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. લોકોએ પ્રિન્સેસની બહાદુરીના વખાણ કર્યા
પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ખરાબ સમાચાર, ભગવાન તમારું ભલું કરે.' અન્ય યુઝરે લખ્યું, 'મને તમારા નિર્ણય પર ગર્વ છે.' પ્રિન્સેસની 'હિંમત અને બહાદુરી'ના વખાણ કરતા એક યુઝરે કહ્યું, 'આ જીવનનો તબક્કો છે અને તે ભલાઈ અને કડવાશ સાથે ચાલુ રહેશે અને જીવન કોઈ માટે અટકતું નથી.' દરમિયાન, કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો છે કે શું છૂટાછેડા પતિ તરફથી થશે? મહારાએ માત્ર 2 મહિના પહેલાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો
હકીકતમાં આ કપલે ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. 12 મહિના પછી શેખ મહારાએ દીકરીને જન્મ આપ્યો. આ સમય દરમિયાન, શેખ મહારાએ બાળકને જન્મ આપવાના તેમના 'સૌથી યાદગાર અનુભવ' વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે તેમની કાળજી લેવા માટે તેમના ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો. તસવીરોમાં તેમના પતિ શેખ માના તેમની દીકરીને ખોળામાં બેસાડી રહેલા જોવા મળે છે. આ ઘટનાઓ વચ્ચે, થોડા અઠવાડિયા પહેલાં મહારાએ ઇન્સ્ટાગ્રામ પર એક આશ્ચર્યજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તે પોતાના બાળકને ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. તેમણે લખ્યું, 'બસ અમે બન્ને જ.' હવે કેટલાક લોકો આ પોસ્ટને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે, લોકોનું કહેવું છે કે આ પોસ્ટથી પોતે જ સંકેત આપ્યો હતો કે બધું બરાબર નથી. મહારાએ પોતાની પુત્રીનું નામ હિંદ રાખ્યું છે હજુ થોડી મહિનાઓ પહેલાં કહ્યું હતું...'હવે અમે ત્રણ જણા થયા'
તમને જણાવી દઈએ કે 1994માં જન્મેલા મહારાએ ગયા વર્ષે 27 મેના રોજ શેખ માના બિન સાથે લગ્ન કર્યા હતા. તેમણે લગ્નના પાંચ મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે 'હવે ત્રણ જણા થયા...' શેખ મહારા UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અને દુબઈના શાસકની પુત્રી છે. તે યુએઈમાં મહિલા સશક્તિકરણ અને સ્થાનિક ડિઝાઇનર્સ માટે વકીલ છે. તેમણે યુકેની એક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી મેળવી છે અને મોહમ્મદ બિન રશીદ ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાંથી કોલેજની ડિગ્રી પણ ધરાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.