નાના કાંધાસર ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ખેતીલક્ષી તાલીમમાં જસદણ અને વિંછીયા તાલુકાના ૫૦ જેટલા ભુરક્ષક ખેડૂત મિત્રોએ હાજરી આપી
આ કાર્યક્રમ મા સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા ના અલગ અલગ ગામ ના કુલ ૮૫ ખેડૂત મિત્રોએ હાજરી આપી હતી. જમીનની ફળદ્રુપતા ની જાળવણી અને પુનર્જીવિત ખેતી માટે કેવી પદ્ધતિ અપનાવી જોઈએ તેના અંગે તાલીમ અને તેને દરેક ગામમાં ખેડૂતો અપનાવે એવા મુખ્ય ઉદ્દેશ્યથી આ અભિયાન હાથ ધરાયું છે. જમીન સ્વાસ્થ્ય અને પુનર્જીવિત ખેતી પદ્ધતિ અપનાવીને ખેડૂતો કાર્બન ક્રેડિટ થી કમાણી કરી શકે તેની ચર્ચા કરવામા આવી હતી. આ કાર્યક્રમ ગ્રોઈન્ડિગો અને કેવીકે, નાના કાંધાસર ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો અને આ એક દિવસ ની તાલીમનું દરેક ભૂરક્ષક ખેડૂત ને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. ભોચલિયા (KVK, નાના કાંધાસર), જેનિસ કાપડિયા (માર્કેટિંગ એકજેક્યુટીવ, GSFC), રણજીતસિંહ ઝાલા (જિલ્લા લેવલ કો-ઓર્ડીનેટર, GSFC), અર્પણ ભટ્ટ (ઝોનલ મેનેજર, GI), ઉજ્વલ પાટિલ (રીજનલ એગ્રોનોમિસ્ટ, GI), Satinder Singh (ASM, GI), પ્રજ્ઞા અગ્રવાલ- GI, ભાટી ભાઈ (ટેરીટરી મેનેજર, GI), કેલાશ ભાઇ (એરિયા મેનેજર, GI), જયેશ જાદવ, અશોક મેર અને ભરત સોનારા (ટેરીટરી મેનેજર, GI), કેવીકે સ્ટાફ, આત્મા સ્ટાફ, ગ્રામ સેવક મિત્રો, ડ્રિપ ડીલર, તેમજ જસદણ અને વિંછીયાના પ્રગતિશીલ ખેડૂતો એ પણ હાજરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
