“થેલસેમિયા ગ્રસ્ત દર્દીની વ્હારે આવ્યા ધારાસભ્ય કે.સી.રાઠોડ,હવે ઉના સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ.”(જીતેન્દ્ર ઠાકર ઉના)
ઉના સરકારી હોસ્પિટલમાં અધ્યતન મેડીકલ સેવા ઉપલબ્ધ .
ધારાસભ્ય કે સી રાઠોડ દ્વારા સરકારમાં રજુઆત કરતા અંદાજીત રૂ. 81,000 નું એવા 36 નંગ INJ EMICIZUMAB 60 MG સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યા.
ઉના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હીમોફેલીયા રોગના દર્દી ગૌતમભાઇ સોરઠીયા રહે.ઉના કે જે છેલ્લા ઘણા સમયથી આ બિમારી માટે સારવાર લઇ રહ્યા છે. જેની સારવાર માટે જરૂરી ઇંજેક્શન ઉનાહોસ્પિટલ ખાતે નહોતા જે નાં કારણે દર્દીઓને અન્ય શહેરોમાં ઇન્જેક્શન લેવા જવું પડતું.
પરંતુ આ જટીલ રોગના કારણે આ દર્દીને વિકલાંગતા આવી ગયેલ હોય જેના માટે અધ્યતન સારવારની જરૂરીયાત છે. જે માટે જરૂરી એવા INJ EMICIZUMAB 60 MG અત્રેની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીને આ માટે ભાવનગર કે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે વારંવાર જવુ પડતુ હતું. જેના માટે દર્દી અસમર્થ હોય જેથી આ બાબત ઉના ગીરગઢડા વિસ્તારના કર્મઠ ધારાસભ્ય કે.સી.રાઠોડને રજુઆત કરતા ધારાસભ્ય દ્વારા અંગત રસ લઇ અને સરકારમાં આ બાબતની રજુઆત કરતા સરકાર દ્વારા અંદાજીત રૂ. 81,000 નું એક એવા 36 નંગ INJ EMICIZUMAB 60 MG અત્રેની સરકારી હોસ્પિટલ ઉના ખાતે ઉપલબ્ધ કરાવેલ છે. જે માટે આજ દર્દીને આ ઇંજેકશન ધારાસભ્ય કે.સી.રાઠોડ તથા મિતેશભાઇ શાહ, હોસ્પિટલના અધિક્ષક ડો.મિશ્રા, બાળરોગ નિષ્ણાંત ડો.જાલોંધ્રા તથા સર્વે હોસ્પિટલ સ્ટાફની હાજરીમાં આ ઇંજેક્શન અપાયેલ છે.
તથા આજરોજ ધારાસભ્યની રૂબરૂ મુલાકાત દરમિયાન હાલની સંસ્થા ખાતે નવા બની રહેલ SNCU વિભાગની પણ મુલાકાત લઇ કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માટે જરૂરી સુચન આપી હતી.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.