પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ રાજકોટમા નિવાસ કરતા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર અપાયા - At This Time

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ રાજકોટમા નિવાસ કરતા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર અપાયા


પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમાં નિવાસ કરતા 13 વ્યક્તિઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે વર્ષો બાદ ભારતીય નાગરિકતાને હાંસિલ કરીને તમામ પાકિસ્તાનીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમને પોતાના સમજી ભારતીય નાગરિકતા આપવા બદલ તમામ નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ તકે ગૃહમંત્રીએ સૌને આવકાર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.