ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧મી જાન્યુઆરીનાં રોજ રાજકોટ નજીકના અમરેલી ગામે સર્વ સમાજ માટે અદ્યતન કેન્સર હોસ્પિટલનો ભૂમિપૂજન સમારોહ યોજાશે. સાત દીકરી ઓના વરદહસ્તે ભૂમિ પૂજન કરાશે ૧૭ ડિસેમ્બર થી સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ૬ જાન્યુવારી સુધી ઘેર ઘેર માહિતી પહોંચાડશે દાતા ઓને આહવાન કરાશે - At This Time

ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧મી જાન્યુઆરીનાં રોજ રાજકોટ નજીકના અમરેલી ગામે સર્વ સમાજ માટે અદ્યતન કેન્સર હોસ્પિટલનો ભૂમિપૂજન સમારોહ યોજાશે. સાત દીકરી ઓના વરદહસ્તે ભૂમિ પૂજન કરાશે ૧૭ ડિસેમ્બર થી સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ૬ જાન્યુવારી સુધી ઘેર ઘેર માહિતી પહોંચાડશે દાતા ઓને આહવાન કરાશે


ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧મી જાન્યુઆરીનાં રોજ

રાજકોટ નજીકના અમરેલી ગામે સર્વ સમાજ માટે અદ્યતન કેન્સર હોસ્પિટલનો ભૂમિપૂજન સમારોહ યોજાશે.

સાત દીકરી ઓના વરદહસ્તે ભૂમિ પૂજન કરાશે

૧૭ ડિસેમ્બર થી સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ૬ જાન્યુવારી સુધી ઘેર ઘેર માહિતી પહોંચાડશે દાતા ઓને આહવાન કરાશે

રાજકોટ ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧મી જાન્યુઆરીનાં રોજ રાજકોટ નજીકના અમરેલી ગામે સર્વ સમાજ માટે અદ્યતન કેન્સર હોસ્પિટલનો ભૂમિપૂજન સમારોહ યોજાશે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જયારેથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે ૨૧મી જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જાહેર કરેલા ત્રણ આશય મુખ્ય પ્રકલ્પ શિક્ષણ આરોગ્ય અને કૃષિ જે અંતર્ગત આગામી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટેનું એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું છે
૨૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રાજકોટ નજીક ના અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે.આ ભૂમિપૂજન સમારોહ શ્રી ખોડલધામ મંદિરેથી વર્ચ્યુઅલી સવારે ૭ કલાકથી કરવામાં
આવશે.જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે ૯.૩૦ થી બપોરના ૧૧.૩૦ સુધી રહેશે.આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર-ઘર પહોંચે અને દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના
આગામી તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરશે.અને ૬ જાન્યુઆરી સુધી આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઈ પટેલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. નરેશભાઈ પટેલ સમસ્ત ગુજરાત અને ગુજરાત બહાર વસતા શ્રી ખોડલધામ પરિવારના તમામ ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને આ કેન્સર હોસ્પિટલના પ્રકલ્પ અંગે માહિતગાર કરશે અને દાતાઓને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન કરી આ સેવાકીય કાર્યમાં જોડાવા આહ્વાન કરશે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.