રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોની સપાટીમાં વધારો મોજ, વેણુ-૨, ફુલઝર ડેમના દરવાજા ખોલાયા, પાનેલી ડેમ ૮૦% ભરાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોની સપાટીમાં વધારો
- મોજ, વેણુ-૨, ફુલઝર ડેમના દરવાજા ખોલાયા, પાનેલી ડેમ ૮૦% ભરાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૨૨ જુલાઈ - રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ તરફથી મળેલ સૂચના અનુસાર ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લાના ૨ તથા જામનગર જિલ્લાના ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકા પાસે આવેલ વેણુ-૨ ડેમના ૮ દરવાજા ૧૨:૩૫ કલાકે ૦.૯ મીટર અને મોજ ડેમના ૧૦ દરવાજા ૧.૫૨ મીટર ખોલવામાં આવ્યા છે. આથી ઉપલેટા તાલુકાના વેણુ-૨ ડેમની હેઠવાસમાં આવેલા વરજાંગ જાળીયા, ગધેથડ, મેખા-ટીંબી, નાગવદર અને નિલાખા અને મોજ ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે.
આ સાથે જ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ફુલઝર(કે.બી.)ડેમ ઓવરફ્લો થતાં ડેમના ૬ દરવાજાને ૦.૯ ફૂટ ખોલવામાં આવ્યો છે,જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચરેલીયા, ખારચીયા અને રાજાપરા ગામના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત પાનેલી નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી ૫૩.૩૦ ફૂટ છે.હાલ ડેમની સપાટી ૫૧.૪૦ ફૂટ હોય, ડેમ ૮૦% ભરાયેલ છે.ઉપરવાસમાં પાણીની આવકમાં વધારો થશે તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ હોઈ ડેમની નીચવાસમાં આવતા પાનેલી, હરિયાસણ, ખારચિયા, જાર અને ચરેલિયા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.