શિહોર તાલુકાના ભડલી સરકારી દવાખાના ઉપરથી નીકળતા જોખમી અને મોત ના વિજકરણ હટાવવા માંગ ઉઠવા પામી છે
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભડલી ગામે આરોગ્ય વિભાગ સંચાલિત સરકારી દવાખાના ઉપર 11 k v ની લાઈન આવેલી છે જે ખરેખર જોખમી સ્થિતિ માં છે એને તાત્કાલિક અસરથી હટાવવા માંગ ઉઠવા પામી છે.
આ દવાખાને ભડલી રબારીકા, ખાંભા, સાગવાડી સહિતના ગામોના અસંખ્ય દર્દીઓ દિવસ દરમિયાન આવતાં હોય છે સાથોસાથ મમતા દિવસ જેવા અનેક કાર્યક્રમો સમયે મોટી સંખ્યામાં લાભાર્થી ઓ ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે ના કરે નારાયણ અને કોઈ દુર્ઘટના સર્જાઈ તો મોટી જાનહાનિ થવા પામે એમ છે.
જો કે અહીં આરોગ્ય લક્ષી કાર્યક્રમો માં અધિકારીઓ પણ આવતાં જ હોય છે તો શુ આ મોત નો માળખો કોઈની નજરમાં આવ્યો જ નથી આ પણ એક પ્રશ્નાર્થ સમાન છે
ખાસ કહેવામાં આવે તો આ જોખમી લાઇનને લઈને કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ ????
ખરેખર ગંભીરતા લઈ આ લાઈન તાત્કાલિક હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.