ભેગું કરેલું સાથે નહીં આવે પણ, પાપ તો તમારી સાથે આવશે જ
ભેગું કરેલું સાથે નહીં આવે પણ, પાપ તો તમારી સાથે આવશે જ
મળેલા સ્વજન ને ધન આવતા ભવે મળે કે ન મળે, પણ પ્રભુ તો આપણને ભવોભવ મળે જ છે.
પ્લેનમાંથી ઉતરતો યાત્રી જે પ્લેટમાં જમ્યો, એ પ્લેટ કે એની ચમચી એણે ત્યાં જ છોડી દેવી પડે છે, હોટલ કે મોટલમાંથી નીકળતો માણસ, એક બેડશીટ પણ સાથે નથી લઈ જઈ શકતો, પૈસા આપીને મેળવેલી ટ્રેન કે બસની સીટ પણ છોડી દેવી પડે છે. આ તમામ બાબતોને આપણે ખૂબ સરળતાથી સમજીને સ્વીકારી લીધી છે, પણ અફસોસ એ વાતનું છે કે એ હજુ સૂઝતું નથી, જે દિવસે દુનિયા છોડીને જઈશ
એ વખતે તારું બધું જ અહીં મૂકીને જ જવું પડશે.
આ ભવનું ધન તારી સાથે નહીં આવે, ને સાથે સ્વજન પણ નહીં આવે, પણ પ્રભુ ભવોભવ તારી સાથે આવી શકે છે.
આ વાસ્તવિકતા સમજી જીવનમાં જે સાથે નથી આવવાનું, તેને માટે કલેશ કંકાસ છોડી, જે હર હંમેશ સાથે આવી શકે ત્યાં મન લગાડી જીવનને સફળ બનાવીએ.
છેલ્લે એક વાત તમામ લોકોએ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમાં તમે,
“ભેગું કરેલું તમારી સાથે નહીં આવે પણ, તમે ભેગું કરવા માટે ભેગું કરેલું પાપ તો તમારી સાથે ચોક્કસ ભેગું આવશે જ.' »
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.