હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટેમા એક વર્ષ અગાઉ નોધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટેમા એક વર્ષ અગાઉ નોધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મોબાઇલ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.
તા.૦૫/૦૮/૨૦૨૪ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ન્યાય મંદીર પાસે આવતા આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ તથા અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેને બદને ગુલાબી રંગની અડધી બાયની ટીશર્ટ તેમજ લીલા રંગનુ પેન્ટ પહેરલ છે જેની પાસે ચોરીનો મોબાઈલ ફોન છે. જે બાતમી આધારે હિંમતનગર ન્યાય મંદીર કલેકટર કચેરી પાસે છુટાછવાયા ગોઠવાઈ ગયેલ અને ઉપરોક્ત બાતમી હકીકતવાળો ઇસમ આવતા સદરી ઇસમને પકડી નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રાકેશકુમાર ઉર્ફે રોહીત સ/ઓ પુનઃમભાઈ કચરાભાઈ સોલંકી રહે,હનુમાનજી મંદીર પાસે નદીના ઢાળમાં મહેતાપુરા, હિમતનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતીમાથી વીવો કંપનીનો વાદળી રંગનો મોબાઇલ ફોન મળી આવેલ જેના IMEI જોતા ૮૬૬૭૪૫૦૪૭૦૧૭૫૫૬ તથા ૮૬૬૭૪૫૦૪૭૦ ૧૭૫૪૯ છે જે મોબાઇલ પોતાના કબ્જા મા રાખેલ હોય જેના આધાર પુરાવા બીલ માંગતા કે મોબાઇલ ક્યાથી લાવેલ છે તે બાબતે જીણવટ ભરી રીતે પુછ પરછ કરતા પોતે એકાદ વર્ષ અગાઉ કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં આવેલ ટ્રેજરી ઓફીસમાથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય જે બાબતે પો.સ્ટે ખાતરી તપાસ કરાવતા અત્રેના હિંમતનગર બી ડીવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૩૦૪૪૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ.૩૮૦ મુજબનો ગુન્હો નોધાયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ એક વર્ષ અગાઉ નોધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ તા.૦૫/૦૮/૨૦૨૪
> ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ
(૧) વિવો કંપનીનો V 15 મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-
કામગીરી કરનાર અધીકારી કર્મચારી-
(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ
(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ
(૪) આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ
(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઈ
( ૬) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ (૭) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ
(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર બી ડીવી પો.સ્ટે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.