સુઈગામ તાલુકા સેવા સદનના આગળના ભાગે કલરકામ પાછળ અને અંદરના ભાગે જેસે થે. એજન્સીની બેદરકારી કે પછી જવાબદાર તંત્રના આંખ આડા કાન??
સરહદી સુઇગામ તાલુકા સેવા સદન સાથે તાલુકાના ગામોમાં આવેલ ગ્રામ પંચાયતના મકાનોમાં એક માસ અગાઉ કચેરી પર કરેલા ભગવા કલરની જગ્યાએ કથ્થઈ કલર કરી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું,જેમાં કલર કામ કરવા જેણે રાખેલ હતું, તે એજન્સી દ્વારા કેટલીયે જગ્યાએ વેઠ વાળવામાં આવી છે,જેમાં જોવા જઈએ તો સુઇગામ તાલુકા સેવા સદનની બે માળની બિલ્ડિંગમાં આગળના ભાગે અને બન્ને સાઈડોમાં કલર કર્યા બાદ પાછળના ભાગને કલર કરવામાં આવ્યો નથી,તાલુકા સેવા સદનના ફરતેની દીવાલો નવા કલરથી રંગાઈ ગઈ,તો બિલ્ડિંગના પાછળનો ભાગ કેમ નવીન કલરથી બાકાત રાખવામાં આવ્યો,વળી બિલ્ડિંગના અંદરના ભાગમાં પણ નવો કલર કરવામાં આવ્યો નથી,જેને લઈ જુના કલરના પોપડા ઉખડવા લાગ્યા છે,જાણવા મળ્યા મુજબ તાલુકાના ગ્રામીણ વિસ્તારના સરકારી આવાસો, ગ્રામ પંચાયતોમાં પણ એક જ જેવો કલર કરવામાં આવ્યો છે, તાલુકા સેવા સદનના આગળના ભાગને રંગ રોગાન કરવામાં આવ્યો તો બિલ્ડીંગની અંદર અને પાછળના ભાગને કેમ કલર કામથી બાકાત રાખવામાં આવ્યા?? એમાં જે તે કલર કામ કરનાર એજન્સીની બેદરકારી છે કે પછી જવાબદાર તંત્રના આંખ મીંચામણા?? આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા કલર કામ કરવામાં આવેલ તમામ બિલ્ડિંગમાં ખરેખર વ્યવસ્થિત કલર થયો છે કે કેમ તેની તપાસ કરશે કે પછી પોલમપોલ ચલાવશે??
જીતેન્દ્રસિંહ ઝાલા -સુઈગામ
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.