રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક વલ્લભ વિદ્યાનગર,આણંદ ખાતે યોજાશે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક વલ્લભ વિદ્યાનગર,આણંદ ખાતે યોજાશે.
*ઓલ્ડ પેન્શન યોજના માટે આંદોલન ની રણનીતિ ઘડાશે*
*નમસ્કાર*
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના ગુજરાત એકમના વિવિધ નવ સરકાર માન્ય સંવર્ગોના સંગઠનો ની રાજ્ય કારોબારી બેઠક સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસ,વલ્લભ વિદ્યાનગર ,આણંદ ખાતે તારીખ ૫/૧૧/૨૩ રવિવારના રોજ યોજાશે
બેઠકમાં તમામ નવ સંવર્ગોના ( પ્રાથમિક/ માધ્યમિક) જીલ્લા તથા તે સ્તરથી ઉપરના હોદેદારો ઉપસ્થિત રહેશે *જેમાં આ વર્ષે થયેલ સદસ્યતા, આયોજન અનુસારના પ્રાંત ટીમના પ્રવાસ, પડતર પ્રશ્નો સંદર્ભે થયેલ રાજ્યવ્યાપી આંદોલનમાં ધારાસભ્યો/સંસદ સભ્યો ને અપાયેલ આવેદનપત્રો,થયેલ રચનાત્મક કાર્યક્રમો,જીલ્લા સ્તરે ઉકેલાયેલા પ્રશ્નો, મંડલ યોજના, પ્રભારી યોજના, મહિલા સહભાગીતા* સહિત આગામી સમયમાં અખિલ ભારતીય સ્તરેથી નક્કી થયેલા કાર્યક્રમોને સફળ બનાવવાની ચર્ચા કરવામાં આવશે. અખિલ ભારતીય સ્તરે સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં એકજ નામે સંગઠન પ્રસ્થાપિત થાય એટલા માટે ઠરાવ કરી ને એક નામ,એક જ પ્રકારના લેટરપેડ, એકજ પ્રકારના કલર, એકજ પ્રકારના બેનર વગેરેનુ અમલીકરણ કરવામાં આવશે
*શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો સહિત ઓલ્ડ પેન્શન યોજના માટે ના આંદોલનના બીજા તબક્કાની રણનીતિ જાહેર કરવામાં આવશે*
રાજ્ય કારોબારી બેઠક માં કેન્દ્રીય નેતૃત્વ ઉપસ્થિત રહેશે જેમના માર્ગદર્શન નીચે આવનાર સમયમાં જીલ્લા અને પ્રાન્ત સ્તરના હોદેદારો ના અભ્યાસ વર્ગો નું આયોજન બેઠકમાં કરવામાં આવશે *અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સંગઠન દરેક મંડલ ( ક્લસ્ટર) માં સંગઠન રચના પુરી કરવા જઈ રહ્યુ છે અત્યાર સુધીમાં ૭૫% મંડલ રચના પુરી કરવામાં આવી છે જેનુ વૃત નિવેદન જિલ્લા અધ્યક્ષ આપશે*
બેઠકમાં તમામ નવ સંવર્ગોના ૪૫૦ જેટલા હોદેદારો અપેક્ષિત છે ચારસો થી વધારે હોદેદારોની ઉપસ્થિતી પ્રમાણે *સંપૂર્ણ વ્યવસ્થા આણંદ જિલ્લા ના હોદેદારો* પ્રાન્ત ના માર્ગદર્શન પ્રમાણે કરી રહ્યા છે
ભવદીય,
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.