રાજકોટના 321 પ્રકાશનો-દૈનિકો દ્વારા નિયમોનો ઉલાળીયો:કલેકટર તંત્રની નોટીસ
નિયમોનો ઉલાળીયો કરી છેલ્લા પાંચ વર્ષનાં વાર્ષિક હિસાબો રજુ નહિ કરનાર રાજકોટના 321 પ્રકાશનો-દૈનિકોને કલેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારાતા સનસનાટી મચી જવા પામેલ છે. આ અખબારો પ્રકાશનોને આગામી તા.6 એપ્રિલ સુધીમાં સને 2021-22 સુધીનાં છેલ્લા પાંચ વર્ષનાં સમયગાળા દરમ્યાનનો વાર્ષિક રિપોર્ટ (વાર્ષિક વિવરણ) રજુ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. તેની સાથોસાથ એવુ પણ જણાવવામાં આવેલ છે કે આ 321 અખબારો (પ્રકાશકો)વાર્ષિક રિપોર્ટ રજુ નહિં કરે
તો પબ્લિકેશન પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુકસ એકટ 1963 ની કલમ 8 (બી) હેઠળ તેઓના જાહેરનામાના ડેકલેરેશન પ્રકાશનને બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપી દેવામાં આવી છે. પ્રાંત અધિકારી કે.જે.ચૌધરી દ્વારા આ 321 અખબારોને નોટીસ ફટકારવામાં આવી છે.અહી ઉલ્લેખનીય છે કે અખબારો (પ્રકાશકો)ને કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયને વાર્ષિક રિપોર્ટ (વાર્ષિક વિવરણ)ની વિગતો મોકલાવવી જરૂરી છે.પરંતુ કેટલાંક અખબારો નીતિનિયમોનો ઉલાળીયો કરી આ વાર્ષિક રિપોર્ટ કેન્દ્ર સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયને મોકલાવેલ ન હોય
પાંચ વર્ષનો આ રિપોર્ટ મોકલવા માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવેલ છે. જેમાં આગામી તા.6 એપ્રિલ સુધીમાં પ્રાંત અધિકારી-1 ની કચેરી જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે 321 અખબારોએ તેમનો આ રિપોર્ટ સબમીટ કરાવી દેવા તાકીદ કરી છે અન્યથા માન્યતા આ અખબારોની રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવુ પણ જણાવાયું છે.રાજકોટનાં જે 321 અખબારોને આ નોટીસ ફટકારવામાં આવી છે તેમાં દૈનિક, પાક્ષિક, અઠવાડીક અખબારો તેમજ વિવિધ સમાજનાં અખબારોનો પણ સમાવેશ થાય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.