બોખીરામાં હલકી ગુણવત્તાવાળા કામને કારણે રસ્તો થયો અદ્રશ્ય!
ચોમાસુ આવે અને પોરબંદરના મોટાભાગના રસ્તાઓ ઉપર ગાબડા પડતા હોય છે એ તો પોરબંદરવાસીઓએ સ્વીકારી લીધું છે, પરંતુ હવે તો ભ્રષ્ટાચારની અને નબળી ગુણવત્તાવાળી કામગીરીની હદ વટાવી દીધી હોય તેમ આખે આખો રસ્તો અદ્રશ્ય થઈ જતો હોય તેવું બોખીરામાં જોવા મળ્યું છે! પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરાદાદાના મંદિરથી ત્રણ માઈલ તરફ જતા રસ્તે આજુબાજુની સોસાયટીના વરસાદી પાણી ફરી વળતા સમગ્ર રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને ચારે બાજુ કોંક્રીટ ઉંડી રહી છે.કોન્ટ્રાક્ટ રાખનારાઓ સામે સરકાર હળવા હાથે કામ લઈને આંખ આડા કાન કરી રહી છે અને તેના કારણે જ પોરબંદરવાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે, આ રસ્તો અત્યંત હલકી ગુણવત્તાવાળો બન્યો હોવાની ભુતકાળમાં અનેક ફરીયાદો ઉઠી હોવા છતા આળસુ તંત્ર જાગતું નથી.હાલમાં આ વિસ્તારની સોસાયટીઓમાં રહેતા હજારો લોકોથી માંડીને દ્વારકા તરફ જતા લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં રસ્તાનું સમારકામ કરાવવામાં તંત્ર ગંભીર બન્યું નથી.કારણ કે ચોમાસામાં સમારકામ થઈ શકે નહી તેવું જગજાહેર બહાનું સરકાર પાસે છે. માટે ગાંધીભુમિના લોકો હવે આ રસ્તા ઉપર ઉતરીને સરકાર સામે આંદોલન છેડે તે પહેલા સમગ્ર રસ્તાનુ નવીનીકરણ કરાવવું જરૂરી બન્યું છે અને આ માટે અહીંના પદાધિકારીઓ પણ જાગે તે જરૂરી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.