મુંબઈથી ફ્લાઇટ ટેકઓફ થતાં જ બિયરનું ટીન ખોલી નસો કર્યો: હીરાસર પહોંચતા પોલીસે પકડી લીધો
સરધારના ખેડૂતે મુંબઈથી ફ્લાઇટ ટેકઓફ થતાં જ બિયરનું ટીન ખોલી નસો કરતાં ફ્લાઇટના ક્રુ મેમ્બરે તાત્કાલિક પોલીસને જાણ કરતાં ફ્લાઈટ હીરાસર એરપોર્ટ લેન્ડ થતાં જ પોલીસે તેને પકડી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઈ વાય.કે.ચૌહાણે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ એરપોર્ટ પોલીસ સ્ટેશન પર ફરજ પર હાજર હતાં ત્યારે ઇન્ડીગો કંપનીના સિક્યુરીટી આસિસ્ટન્ટ મેનેજરનો ફોન આવેલ અને કહેલ કે, એરપોર્ટ પર એક શખ્સને બેસાડેલ છે, જેને ઇન્ડીગો કંપનીની મુંબઇ થી હીરાસર આવતી ફલાઇટ નંબર 6 ઈ 5321 માં ચાલુ ફલાઇટે કેફી પ્રવાહીનું સેવન કરેલ છે.
જેથી તેઓ સ્ટાફ સાથે હીરાસર એરપોર્ટ દોડી ગયેલ અને ત્યાં ઇન્ડીગો કંપનીના સિક્યુરીટી આસીસટન્ટ મેનેજર હાજર હોય તેણે એક લેખીત રિપોર્ટ સાથે એક શખ્સને સોંપેલ જેની તપાસ કરતા તે કેફી પ્રવાહી પીધેલ હોવાનું જણાતા તેનું નામ પુછતા ભાવેશ વશરામ કયાડા (ઉવ.44),(રહે. પટેલનગર વિસ્તાર, સરધાર) હોવાનું થોથરાતી જીભે જણાવેલ હતું. જેથી પીધેલા શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પીધેલો શખ્સ મુંબઈ ધંધાર્થે ગયો હતો અને તે પરત ફરતો હતો ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી ચાર બિયરના ટીન ખરીદ્યા હતાં. જેમાંથી ત્રણ બિયરના ટીન તે ત્યાં જ પી ગયો હતો જ્યારે એક ટીન સાથે લાવતો હતો અને તે ફ્લાઈટમાં ત્યાંથી બેસેલ બાદ ફ્લાઈટ ટેકઓફ થતાં જ તેની પાસે રહેલ બિયરનું ટીન ખોલી નશો કરવાં લાગતાં ફ્લાઇટના ક્રૂ મેમ્બરે પોલીસને જાણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.