રાજકોટમાં ભારત કિશાન ન્યૂઝમાં બ્યુરોચીફ-પત્રકાર તરીકે નોકરી કરતા કરશનભાઈ રાઠોડ નામના પત્રકારને કુવાડવા પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાવી રહેલાં પત્રકાર પર ગુંડા જેવા પોલીસમેનની ગુંડાગીરી પોલીસ કર્મચારી વિરુભાને જાણે વળગાળ વળગ્યુંઃહોય તે રીતે નિર્દોષ પત્રકાર પર તૂટી પડ્યા - At This Time

રાજકોટમાં ભારત કિશાન ન્યૂઝમાં બ્યુરોચીફ-પત્રકાર તરીકે નોકરી કરતા કરશનભાઈ રાઠોડ નામના પત્રકારને કુવાડવા પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાવી રહેલાં પત્રકાર પર ગુંડા જેવા પોલીસમેનની ગુંડાગીરી પોલીસ કર્મચારી વિરુભાને જાણે વળગાળ વળગ્યુંઃહોય તે રીતે નિર્દોષ પત્રકાર પર તૂટી પડ્યા


રાજકોટમાં ભારત કિશાન ન્યૂઝમાં બ્યુરોચીફ-પત્રકાર તરીકે નોકરી કરતા કરશનભાઈ રાઠોડ નામના પત્રકારને કુવાડવા પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાવી રહેલાં પત્રકાર પર ગુંડા જેવા પોલીસમેનની ગુંડાગીરી પોલીસ કર્મચારી વિરુભાને જાણે વળગાળ વળગ્યુંઃહોય તે રીતે નિર્દોષ પત્રકાર પર તૂટી પડ્યા કુવાડવા પોલીસ સ્ટેશનનાં PI. એ પોલીસમેન સામે FIR દાખલ કરી
વિરુભા નામના પોલીસમેનએ વગર કારણે મારમાર્યો છે જે બાબતની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને જાણ કરવામાં આવી છે. કરસનભાઈ રાઠોડને વગર વાંક ગુને વિરૂભાએ મારમારતા તેમને ગંભીર ઈજા પહોંચી હોય તેઓએ સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ તેમજ સારવાર કરવાની પણ માંગણી કરી છે.બનાવની વિગતમુજબતા.૨૧-૦૨-૨૦૨૦નારોજ સવારે ૧૦ વાગ્યે કરશનભાઈ,પત્રકાર તથા સોખડાગામના સરપંચ વિજયભાઈ રાઠોડ, ઉપસરપંચ ભુપતભાઈ ઝાપડા, પ્રવિણભાઈ જાદવ ભેગા થયા હતા. કારણ હતું, સોખડા ગામના રમેશભાઇ જાદવની દીકરી ભારતી જાદવ ૨૦૦૨, ૨૦૨૩ નારોજ પોતાના ઘરથી નીકળી ગયેલી હતી. તેથી સોખડા ગામના આગેવાનો અને પત્રકારો સમગ્ર મામલામાં જાદવ પરિવાર સાથે રહ્યા હતા જેમાના એક કરશનભાઈ રાઠોડ પણ હતા.જાદવ પરિવારની દીકરી ઘરેથી ચાલી જતા તેઓ કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ખાતે પો.હેડકોન્સ્ટ. અજયભાઈ નીમાવત તથા રાધેભાઇ ને મળેલા હતા. અને બનાવની જાણ કરેલી હતી જેથી તાત્કાલીન તેઓ કરશનભાઈ સહિતના સાથે સોખડા ચોકડી ખાતે આવેલા કારખાને તપાસ માટે ગયેલા હતા. ત્યાંથી કરશનભાઈ તથા- અજયભાઇ નીમાવત પ્રવિણભાઈ જાદવ તથા તેમના પત્રકાર મિત્ર જીગરભાઇ સોઢા ગોંડલ રોડ એસ.ટી વર્કશોપ પાછળ આવેલ આંબેડકરનગર શેરી નં. પમાં ધીરજભાઇ સતીષભાઇ પરમારના ઘરે ગયેલા હતા અને ત્યા ભારતી જાદવ તથા ધીરજભાઈ પરમાર બન્ને મળી આવેલા તેમજ તેમણે મેરેજ સર્ટી બતાવેલું હતું જેથી પો.કોન્સ અજયભાઇ નીમાવત તથા પ્રવિણભાઇ જાદવ તથા જીગરભાઈ સોઢા સહિતનાઓ પરત પોલીસ સ્ટેશન આવવા નીકળી ગયેલ હતા.આ ઘટના અંગેનું નિવેદન લખાવવા માટે ધીરજભાઈ તથા ભારતી જાદવ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે આશરે રાત્રે સાડાઆઠેક વાગ્યે આવેલા તે દરમિયાન પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં કરશનભાઈ તથા સોખડા ગામના સરપંચ વિજયભાઈ રાઠોડ તથા ઉપસરપંચ ભુપતભાઈ ઝાપડા તથા પ્રવિણભાઈ જાદવ તથા પત્રકાર. જીગરભાઈસોઢા પોલીસ સ્ટેશન ગેઇટ પાસ વાતો કરતાં હતા. તે સમય એ ભારતી જાદવના કાકી કાજલબેન અને દિપકભાઈ જાદવ પણ આવેલા હતા. તેઓ ધીરજભાઇ પરમાર સાથે ઉચ્ચ અવાજે બોલાચાલી કરવા લાગેલા હતા જેથી કરવાનભાઈ બન્ને પક્ષને છૂટાપાડવા માટે વચ્ચે પડેલા હતા ત્યાંજ પોલીસ ગ્રાઉન્ડમાં ઉભેલા પોલીસ સ્ટાફના માણસોમાંથી વિરૂભા ઉગ્ર થઇ આવેલા અને કાઈ જાણ્યા વગર કરશનભાઈને પછાડી દિધેલા, વિરૂભાએ કરશનભાઈનું ગાળું આપીને ગાલ ઉપર એક તમાશો મારેલો અને પોલીસ સ્ટેશન અંદર લઈ ગયા હતા. કરશનભાઇએ. આ મામલાની જાણ પોલીસ કમિશ્નનર સાહેબને ફોન પર વાત કરી તેથી કુવાડવા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એ કરશનભાઈ ની રજૂઆત સાંભળીને તેમની ફરીયાદ દાખલ કરેલી છે. કરશનભાઈએ. કુવાડવા પોલીસ સ્ટેશનના વિરૂભા પર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.