જસદણ નગરપાલિકાની સામાન્ય સભામાં સુનિતા વિલિયમ્સને અભિનંદન આપતો ઠરાવ મુકો: અમરશી રાઠોડ - At This Time

જસદણ નગરપાલિકાની સામાન્ય સભામાં સુનિતા વિલિયમ્સને અભિનંદન આપતો ઠરાવ મુકો: અમરશી રાઠોડ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ભારતીય મુળના અમેરિકા સ્થિત સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે નવ મહિના બાદ અવકાશ યાત્રા પરથી ધરતી પર પરત ફર્યા ત્યારે તેમને નગરપાલિકાના દરેક ચૂંટાયેલા સભ્યોએ ઠરાવ પસાર કરી અભિનંદન આપવાં માટે સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડએ માંગણી કરી હતી.તેમણે જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ ભારતીય મુળના છે. અવકાશ સંશોધનમાં તેમનો મુખ્ય ફાળો હોય ત્યારે આવતીકાલે શુક્રવારે સવારે 11 વાગ્યે જસદણ નગરપાલિકાની સામાન્ય સભા યોજવાની છે. જેમાં તમામ ચૂંટાયેલા સભ્યો એકત્ર થશે એમાં સુનિતા વિલિયમ્સને અભિનંદન પાઠવતો એક ઠરાવ પસાર કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image