રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતા જ દ્રૌપદી મુર્મૂને મળી Z+ સુરક્ષા
નવી દિલ્હી, તા. 22 જૂન 2022 બુધવારએનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 'ઝેડ પ્લસ' ની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ બુધવારે સવારે ઓડિશા સ્થિતિ અર્ધસૈનિક દળના લગભગ 14-16 જવાનોની એક ટીમે સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી. મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બાદ એક સંવાદદાતા સંમેલનમાં ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને રાજગ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. આ જાહેરાતના તાત્કાલિક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીઆરપીએફને મુર્મૂની સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે વીઆઈપી સુરક્ષા દળને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.રાષ્ટ્રપતિ ઉમેદવાર પર જોખમની હતી શંકા કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને જોખમની શંકા હોવા સંબંધી રિપોર્ટ રજૂ કર્યા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો. ઓડિશા સ્થિત અર્ધસૈનિક દળના નજીકના 14-18 જવાનોની એક ટીમે મુર્મૂની સુરક્ષાની જવાબદારી સંભાળી છે. તેઓ રાજ્ય અને દેશમાં ક્યાંય પણ મુસાફરી દરમિયાન તેમની સાથે રહેશે. સુરક્ષાકર્મી ઓડિશાના રાયરંગપુર સ્થિત મુર્મૂના આવાસની પણ સુરક્ષા કરશે. પોતાની જવાબદારી માટે સમર્થન માગવા ધારાસભ્યો અને વિભિન્ન રાજકીય દળોના નેતાઓને મળવા માટે દ્રૌપદી મુર્મૂ આગામી એક મહિનામાં ઘણી યાત્રાઓ કરે તેવી આશા છે. Z+ સુરક્ષા શુ હોય છેજે VVIPને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. તેમની ચારેતરફ કડક સુરક્ષા હોય છે. જાણકારી અનુસાર 58 કમાન્ડો Z+ કેટેગરીની સુરક્ષામાં તૈનાત હોય છે. 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ, 6 PSO એક સમયમાં રાઉન્ડ ધ ક્લોક, 24 જવાન, 2 એસ્કોર્ટમાં રાઉન્ડ ધ ક્લોક, 5 વોચર્સ બે શિફ્ટમાં રહે છે. એક ઈન્સ્પેક્ટર કે સબ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ તરીકે તૈનાત રહે છે અને તેમની સાથે જ રાઉન્ડ ધ ક્લોક ટ્રેંડ 6 ડ્રાઈવર હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.