હિમાચલની તારાજીનો ડ્રોન વીડિયો:કુલ્લુ મનાલી હાઈવેના હાલ જુઓ, વાદળ ફાટતાં ડેમ તૂટી ગયો, અનેક ગામડાં ધોવાયાં, પહાડોમાં હાઈવે પર નદીઓ વહેતી થઈ
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી પહાડી વિસ્તારોમાં ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. ત્રણ સ્થળો શિમલા, મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે સાતથી વધુ લોકોના મોત થયા હતા. વાદળ ફાટ્યા પછી, ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ ટીમ માટે ઘટનાસ્થળે પહોંચવું એક મોટો પડકાર બન્યો છે. શિમલા નજીક રામપુરમાં જ્યારે વાદળ ફાટ્યું ત્યારે લોકો ઊંઘી રહ્યા હતા. રાજ્યમાં વાદળ ફાટવાની ઘટનાઓ બાદ નદીઓએ રૌદ્ર રુપ ધારણ કર્યું છે. મલાણા પાવર પ્રોજેક્ટમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારોના ડ્રોન અને રેસ્ક્યૂ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.