ધોલેરાના ભડીયાદ ગામે દરગાહની દાનપેટીમાંથી રોકડ રકમની તસ્કરી
ધોલેરાના ભડીયાદ ગામે દરગાહની દાનપેટીમાંથી રોકડ રકમની તસ્કરી
તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશી દાનપેટીના તાળા તોડ્યા
અમદાવાદ જીલ્લા ના ધોલેરાના ભડીયાદ ગામે આવેલી દરગાહને તસ્કરોએ નિશાન બનાવી દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી સીસીટીવી કેમેરા તોડી નાંખી નુકશાન કર્યું હતું.
પીર મહમદશા બુખારી દરગાહના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખી નુકશાન કર્યું.
અમદાવાદ જીલ્લા ના ધોલેરાના ભડીયાદ ગામ પાસે આવેલ પીર મહમદશા બુદારીની દરગાહમાં અજાણ્યા શખ્સોએ આગળના દરવાજાના નકુચા અને પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી દરગાહના ગર્ભગૃહમાં રાખેલી દાનપેટીનું લોક તોડી નાંખી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત તસ્કરોએ સીસીટીવી કેમરા પણ તોડી નાંખી નુકશાન કર્યું હતું. ઘટના અંગે દરગાહમાં સેવાપૂજા કરતા બાવુમિયા લાલુમિયા સુમરા (ઉ.વ.૬૩, રહે, ભડીયાદ, તા. ધોલેરા)એ અજાણ્યા- તસ્કરો સામે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ આદર્યો છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.