સિહોરમાં ચૂંટણી સમયની જેમ અત્યારે પણ શહેરને દર ચાર પાંચ દિવસે પાણી પૂરું પાડવા જયરાજસિંહ મોરીની રજૂઆત
સિહોર નગરપાલિકાની ચૂંટણી પુરી થઈ અને શહેરમાં ભાજપ શાસિત બોડી આવતાની સાથે જ શહેરમાં ફરીથી પાણી ની સમસ્યાઓ શરુ થઇ ગયી છે. ચૂંટણી સમયે દર ચાર દિવસે આવતું પાણી ફરીથી આઠ- નવ દિવસે આવા લાગ્યું છે. ત્યારે આજરોજ જયરાજસિંહ મોરી દ્વારા ચીફ ઓફિસર ને આવેદન આપીને રજુઆત કરવામાં આવેલ કે જો ચૂંટણી સમાયે ચાર દિવસે પાણી આપી શકાતું હોય તો અત્યારે કેમ આઠ-નવ દિવસે પાણી મળે છે જેને લઈને ચીફ ઓફિસર દ્વારા પાણી પુરવઠા વિભાગ સાથે યોગ્ય સંકલન કરી આ દિશા માં યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપેલ. સાથે સાથે જયરાજસિંહ મોરી દ્વારા કચરો ઉપાડવા માટેની ટિમો નું યોગ્ય મેનેજમેન્ટ કરવા પણ ચીફ ઓફિસર ને રજુઆત કરેલ જેનું પણ નિરાકરણ લાવવા ચીફ ઓફિસરે ખાતરી આપેલ. સાથે સાથે ભાજપ શાસિત બોડી ને પણ અપીલ કરવામાં આવેલ કે જેમ ચૂંટણી સમય માં પાણીના પ્રશ્ને જે ગંભીરતા દાખવી હતી એતલી જ ગંભીરતા અત્યારે દાખવવામાં આવે અને લોકો ના પાણીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાની દિશા માં પગલાં ભરવામાં આવે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
