સ્વસહાય જૂથોને આત્મ નિર્ભર બનાવવા સરકારની પહેલ સ્વરૂપે કેશ ક્રેડિટના ચેકનું વિતરણ કરાયું.
સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કૅશ ક્રેડિટ કેમ્પ યોજવામા આવ્યો. કુલ 112 SHG ને રૂ.183.50/- લાખ ની કૅશ ક્રેડિટ મંજુર કરવામાં આવી.ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થીત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોની આજીવિકામાં વધારો કરી ગરીબીમાંથી બહાર લાવવા ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.