શ્રી સ્વામિનારાયણ ભગવાન ની પ્રાસાદિક ભૂમિ બોટાદ ખાતે નૂતન મંદિર શિલાન્યાસ સમારોહ યોજાયો
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા SMVS દ્વારા
શ્રી સ્વામિનારાયણ ભગવાન ની પ્રાસાદિક ભૂમિ બોટાદ ખાતે નૂતન મંદિર શિલાન્યાસ સમારોહ યોજાયો
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ની ઉપાસના દ્રઢ કરી અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ આ સિદ્ધાંત પ્રસારવા અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ના આ બ્રહ્માંડમાં પ્રગટ થવાના મુખ્ય હેતુ ને વર્તમાન કાળે પૂર્ણ કરવા ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રી ના દિવ્ય સંકલ્પે વિશ્વમાં ઠેર ઠેર કારણ સત્સંગ ના મંદિરો બની રહ્યા છે.
શ્રી હરિ તથા નંદ સંતો ની પ્રસાદિક ભૂમિ બોટાદ નગર માં તા.૭/૬/૨૪ ના રોજ હિફલી બોટાદ ખાતે કારણ સત્સંગ મંદિર ના શિલાન્યાસ પ્રસંગે દિવ્ય સત્પુરુષ સ્વામીશ્રી પધારતા તેમનું ભવ્ય સ્વાગત સામયુ કરવામાં આવેલ.
જ્યારે મંદિર નિર્માણાધીન સ્થળે પૂ.સ્વામીશ્રી તથા યજમાનશ્રીઓ ને શાસ્ત્રોકત વિધિ પૂ.મૂર્તિ સ્વામી દ્વારા શિલાન્યાસ વિધિ કરાવવામાં આવી અને શ્રી હરિ ને કર્તા રાખી પ્રથમ ઇંટ સ્વામીશ્રી ના વરદ હસ્તે મૂકી બીજી ઇંટો યજમાનો દ્વારા મુકી આરતી કરવામાં આવેલ.
પૂ.સ્વામીશ્રી નું પૂજન યજમાન હરિભક્તો તથા શહેર ના વિવિધ વહેપારીઓ દ્વારા કરવામાં આવેલ.
પૂ.સ્વામીશ્રી એ તેમની દિવ્ય વાણી માં જણાવેલ કે આ નૂતન મંદિર અન્ય સંપ્રદાય સાથે સ્પર્ધા માટે નથી.મંદિર એ આત્માની હોસ્પિટલ છે જ્યારે સંતો હોસ્પિટલ ના ડોકટરો છે.મંદિર માં સંતો દ્વારા માણસ ના મન ના તનના અનેક રોગો મટાડી માણસ ને શુદ્ધ અને સંસ્કારી બનાવાનો હેતુ છે.વધુમાં તેઓશ્રી જણાવેલ કે મંદિર અને સંતો ની સમાજ માં શુ જરૂર છે તે વિષે સવિસ્તર જણાવેલ.સભામાં વિશાળ સંખ્યામાં હરિભક્તો નગરજનો ઉપસ્થિત રહી છેલ્લે ભોજન પ્રસાદ બાદ સમારોહ નું સમાપન કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.