આદિવાસી સંસ્કૃતિ,આસ્થા અને ભક્તિનો મહાકુંભ એટલે ચિત્ર-વિચિત્રનો(નેહવટી)મેળો..!! - At This Time

આદિવાસી સંસ્કૃતિ,આસ્થા અને ભક્તિનો મહાકુંભ એટલે ચિત્ર-વિચિત્રનો(નેહવટી)મેળો..!!


આદિવાસી સંસ્કૃતિ,આસ્થા અને ભક્તિનો મહાકુંભ એટલે ચિત્ર-વિચિત્રનો(નેહવટી)મેળો..!!

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુંણભાખરી ગામે મહાભારતકાળથી ભરાતો ચિત્ર- વિચિત્રનો મેળો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મહાકુંભ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ,પરંપરા અને આસ્થાનું અનોખું પ્રતીક છે.

સાબરમતી,આકુળ અને વ્યાકુળ નદીઓના પવિત્ર સંગમસ્થળે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મહામેળામાં અસંખ્ય ભાવિકો શ્રદ્ધાભાવે જોડાય છે ત્યારે આજે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સાથે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં આ મેળામાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.

આ મેળો માત્ર આદિવાસી ભાઈ-બહેનો માટે જ નહીં, પણ સમગ્ર ગુજરાત માટે એક પવિત્ર ઉત્સવ સમાન છે. આદિવાસી સમાજ પોતાના પૂર્વજોના પિતૃ તર્પણ, અર્થે પવિત્ર અસ્થિ વિસર્જન કરવાના પૌરાણિક અને ઘાર્મિક રિવાજનું પાલન કરી શ્રદ્ધાંજલિ અર્પે છે.

આવો, આદિવાસી પરંપરાની વૈભવી સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે સંકળાઈએ અને ભક્તિભાવથી ચિત્ર-વિચિત્ર મહાદેવનાં પાવન દર્શનનો લાભ લઈએ!

આ પવિત્ર સ્થળનો વધુ વિકાસ થાય અને આ મેળો ગુજરાતભરના લોકો માટે આકર્ષણ બને તે માટે ક્લેક્ટરશ્રીને સ્થળના વિકાસ અંગે સૂચન કર્યું.

મારી સાથે તાલુકા સંગઠન પ્રમુખ કલ્પેશભાઈ પારઘી, જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી, સંગઠન પૂર્વ પ્રમુખ રૂમાલભાઈ ધ્રાંગી, પ્રદેશ અ.જ.જા. મોરચા મંત્રી નિલેશભાઈ બુબડીયા, તાલુક મહામંત્રી રાણાભાઈ ગમાર સહિત રાજકીય તથા સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી આ મેળાને ઉત્સાહપૂર્વક માણ્યો.

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image