શિવાજી સેના ગુજરાત રાજ્ય દ્વારા બોટાદ જિલ્લા સોશ્યલ મીડિયા પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ લીંબડ વરણી
પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેરમાં રહેતા અને સૌરાષ્ટ્ર સેતુ સમાચાર બોટાદ માં પ્રતિનિધિ તરીકે મિડિયા સાથે જોડાયેલ છે અને તેઓ સાથે સાથે પત્રકાર એકતા પરિષદમાં બોટાદ તાલુકા ના મંત્રી તરીકે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેઓના કરેલા કામો, વાણી, વર્તન અને વ્યવહારો ને ધ્યાનમાં રાખી ને શિવાજી સેના ગુજરાત રાજ્ય દ્વારા જયેન્દ્રસિંહ લીંબડ ને બોટાદ જિલ્લા સોશ્યલ મિડિયા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જયેન્દ્રસિંહ લીંબડ ને શિવાજી સેના ગુજરાત દ્વારા બોટાદ જિલ્લા સોશ્યલ મિડિયા પ્રમુખ માં વરણી થવા બદલ તમામ હોદ્દેદારો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.