પતિને અન્ય યુવતી સાથેના સંબંધની જાણ થતાં પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ - At This Time

પતિને અન્ય યુવતી સાથેના સંબંધની જાણ થતાં પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ


અવધના ઢાળીયા પાસે રૂડા આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાએ ફિનાઈલ પા લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી. પતિને પરસ્ત્રી સાથેના સબંધ રાખવાની ના પાડતા પતિએ ધમકી આપી હતી જેનું લાગી આવવાથી પગલું ભર્યું હતું. પતિ સામે પોલીસે કાર્યવાહી કરી છે.
બનાવમાં અંગે અવધના ઢાળીયા રૂડા આવાસ યોજના ક્વાર્ટર આઈ વીંગ બ્લોક નં.301માં રહેતી અને વેબ્રિજમાં કામ કરતી પુજા જગદીશભાઈ ગોહેલ (ઉ.વ.30) નામની પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ જગદીશ બાબુભાઈ ગોહેલ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પતિને અન્ય સ્ત્રી સાથે ઘણાં સમથથી સબંધ છે.
જે વાતની મને ખબર પડતા પતિને કહયું હતું કે, તું જેની સાથે વાત કરે છે તેને હું ઓળખું છું, તું શું કામ મારી જિંદગી બગાડે છે? પતિએ ફોનમાં કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર બાકી હું તને મારી નાખીશ અને મારે જેની સાથે સબંધ રાખવો છે અને તેને સાથે રાખીશ. આ વાતનું લાગી આવતા તેમને ફિનાઈલ પી લેતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી.
પરિણીતાની ફરીયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં યુવતીએ જણાવ્યા અનુસાર, મને મારા પતિને અન્ય યુવતી સાથે સબંધ છે તેનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારે તારા પતિ સાથે સબંધ છે જો જોવું હોય તો યુનિવર્સિટીમાં આવ કહેતાં હું યુનિવર્સિટીમાં ગઈ હતી અને મારો પતિ રંગરેલીયા મનાવતો હતો. જે બાદ તેના પતિને વાત કરતાં તે ઉશ્કેરાયો હતો જેથી તેને પગલું ભર્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.